શિક્ષણ વિભાગે છ લાખ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા 1 જુલાઈથી લેવાનું નક્કી કર્યું છે.જેમાં ૧૨ સાયન્સના કુલ એક લાખ ચાલીસ હજાર અને 5 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે. સરકારે આપેલા આદેશ મુજબ તમામ પરીક્ષા કોરોના guideline નું પાલન કરીને લેવામાં આવશે .
પરીક્ષા 1 જુલાઈ ચાલુ થશે અને 16 જુલાઈ એ પૂરી થશે. સાયન્સમાં પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્યપ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું છે.
બંને પ્રવાહની પરીક્ષા નો સમય ત્રણ કલાકનો રહેશે સાયન્સના સો માર્કસના પેપરમાં 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કસના થિયરીઓ હશે.
જોકે પ્રશ્ન પદ્ધતિ અગાઉ જાહેર કરાયેલી હતી તેમ જ છે. એટલે કે વિદ્યાર્થીઓએ જે પ્રશ્નપત્ર મુજબ તૈયારી કરી છે એ જ પ્રમાણે પુછવામાં આવશે.
કોમર્સમાં પણ પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ બદલાશે નહીં અને જે જાહેર કરેલી હતી તે જ પ્રમાણે પ્રશ્ન પુછવામાં આવશે.
જો કોઈ વિદ્યાર્થીને કોરોના થાય અને પરીક્ષા ન આપી શકે તો 25 દિવસ બાદ તેઓ માટે ફરીથી પરીક્ષા યોજાશે.
અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થીનો સમાવેશ કરતો હતો પરંતુ હવે કોરોના ની સ્થિતિ અને કારણે એક વર્ગમાં માં ફક્ત 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.
દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર senitize, social distance , thermal gun , માસ્ક વગેરે સુવિધાઓ ફરજિયાત કરવામાં આવશે.