જાણો સુભદ્રા અને અર્જુનના લગ્નની કહાની, શ્રી કૃષ્ણ એ આપી હતી અનુમતિ

કૃષ્ણ અને તેના મોટા ભાઈ તેમજ તેની બહેન સુભદ્રા વિશે તો આપને સૌ જાણીએ જ છીએ, આજે અમે જણાવીશું કે કૃષ્ણની બહેન સુભદ્રા શા માટે લગ્ન મંડપમાંથી ભાગી ગઈ હતી અને શું હતું તેનું કારણ ચાલો જાણીએ.

એક સમયની વાત છે અર્જુન શિવ મંદિરમાં બેસીને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલાને ખુબજ વિલાપ કરતી જોઈ, અને અર્જુન તરત જ એ મહિલાની પાસે પહોચ્યા અને તેના વિલાપ કરવાનું કારણ પૂછ્યું તો એ મહિલાએ જણાવ્યું કે એ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા છે, અને તેના મોટા ભાઈ બલરામ તેના લગ્ન દુર્યોધન સાથે કરવા માંગે છે જે મને બિલકુલ પસંદ નથી. સુભદ્રાએ અર્જુનને કહ્યું કે તે દુર્યોધનને બિલકુલ પસંદ નથી કરતી અને તે નાનપણથી માત્ર અર્જુનને પ્રેમ કરે છે.

સુભદ્રાએ આજ પહેલા અર્જુનને ક્યારેય જોયા ના હતા, અને તેથી સુભદ્રાએ અર્જુનને અજાણતા બધું જ કહી દીધું. અને એ પણ કહ્યું કે તે અર્જુન સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે અને તેથી તે લગ્ન મંડપ છોડીને ચાલી આવી છે. અને ત્યારે અર્જુને સુભદ્રાને ઓળખી અને તેને બધુજ સાચું કહી દીધું કે એ જ અર્જુન છે. થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે અને અર્જુન-સુભદ્રાને લગ્નની અનુમતિ આપે છે. અને એ બંનેના લગ્ન એ જ શિવ મંદિરમાં થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer