એક નિર્ધન મહિલા ભિક્ષા માગીને પોતાનું જીવન પસાર કરી રહી હતી. તે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી એક વાર તેને ૫ દિવસ માટે કઈ ખાવાનું ના મળ્યું કઈ પણ રીતે તેને પાણી પી ને પોતાની રાત પસાર કરી છઠ્ઠા દિવસે તેને ક્યાંક થી થોડા ચાણા ખાવા મળ્યા, તેને સવાર માટે તેને પોતાની પાસે રાખી લીધા તેને વિચાર્યું કે સવારે ભગવાનને ભોગ લગાવી તેને ગ્રહણ કરશે. પણ રાતે તેના ઘરે ચોર આવ્યા અને તે પોટલી ને કીમતી વસ્તુ સમજી લઇ ગયા.
ત્યાર બાદ તે ચોર સાંદીપનીના આશ્રમ પાસે પહોચ્યા પણ ઋષિના પત્નીનો આવવાનો અવાજ સાંભળતા જ તે ગભરાઈ ને ત્યાજ પોટલી છોડી જતા રહ્યા. પછીના દિવસે સવારે તે પોટલી કૃષ્ણ અને સુદામા ને મળી જયારે સવારે નિર્ધન મહિલા ને તેના ચણા ના મળ્યા તો તે સમજી ગઈ કે તેને કોઈએ ચોરી લીધા છે. તે મહિલાએ રડતા રડતા દુઃખી મન થી શ્રાપ આપ્યો કે જે કોઈ તે ચણાને ગ્રહણ કરશે તે પણ તેની જેમ ગરીબ થઇ જશે.
સુદામા અત્યંત જ્ઞાની બ્રાહ્મણ હતા અને કૃષણ તેના પરમ મિત્ર પણ હતા. પોટલી તેના હાથ માં આવતા જ તેણે નિર્ધન સ્ત્રીના શ્રાપ ને મહેસુસ કરી લીધો એટલે વધુ ભૂખ નું બહાનું બતાવી કૃષ્ણ ના હિસ્સા ના ચણા પણ તેમને ગ્રહણ કરી લીધા. જેથી સ્ત્રી નો શ્રાપ કૃષ્ણ ને ના લાગે આવી રીતે સુદામા એ એક પરમ મિત્ર હોવાનું કર્તવ્ય નિભાવ્યું.