સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ડૂબ્યા 2 બાળકો, 10 કલાક બાદ તળાવમાંથી બંને બાળકોના મૃતદેહ મળ્યા….

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં અડધી રાત્રે ત્રણ બાળકો ડૂબી હોવાના સમાચાર મળતા જ તંત્ર દોડતું થઇ ગયું છે. મોડી રાત સુધી બાળકોને શોધવાની કામગીરી ચાલી હતી પરંતુ કોઈ પરિણામ ન મળ્યું હતું ત્યારે સવારે દિવસ થતાની સાથે જ બોટ દ્વારા ફરીથી તેમને શોધવાની કામગીરી શરૂ કરી હતી.

તળાવને કિનારે બાળકોના કપડાં હતાં પરંતુ બાળકો દેખાયા ન હતા તેથી તેઓ ડુબી ગયા હોવાની આશંકા થઈ હતી . શોધખોળને અંતે ૧૦ કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

ડૂબી ગયેલા ત્રણેય બાળકોને ઉંમર અંદાજે ૧૨ , ૧૩ , ૧૪ વર્ષની હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના બધા લોકો મદદે આવી પહોંચ્યા હતા. બાળકોને મૃતદેહ જોતા જ પરિવારમાં માથે જાણે આભ ફાટ્યું હતું.

તો આ બાળકો સાથે કોઈ મોટી વ્યક્તિ હતી કે તેઓ એકલા પહોંચી ગયા હતા તે પણ તે જાણવાનું રહ્યું . સવારે ફાયર બ્રિગેડની ટીમે બોટ સાથે આવી અને તળાવમાં દરેક જગ્યાએ ડૂબકીઓ મારી બાળકોની તપાસ કરતી હતી. તો મૃતક બાળકો સાઈ નગર સુપર પટ્ટી વિસ્તારનાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer