લક્સરી લાઇફ જીવે છે ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ઘરની કિંમત છે 18 કરોડ, તસ્વીરો જોઇને તમે પણ કહેશો ઘર છે કે મહેલ…

ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના ખૂબ જ વૈભવી જીવન જીવે છે. સુરેશ રૈનાએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સુરેશ રૈના હવે માત્ર IPLમાં રમે છે. સુરેશ રૈનાએ ભારતીય ટીમને ઘણી વખત મોટી જીત અપાવી છે. સુરેશ રૈનાએ નિવૃત્તિ ચોક્કસ લઈ લીધી છે, પરંતુ તેની પાસે પૈસાની કોઈ કમી નથી.

સુરેશ રૈનાનો આ આલીશાન બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજ નગરમાં આવેલો છે. ગાઝિયાબાદ સિવાય રૈનાના દિલ્હી અને લખનૌમાં પણ ઘર છે.

સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે, જે જોવા માટે એકદમ લક્ઝરી છે.આ ઘરમાં ખૂબ જ મોટો લૉન છે, જ્યાં સુરેશ રૈના ઘણીવાર વર્કઆઉટ કરે છે. આ સિવાય તેના ઘરમાં એક જીમ પણ છે. આ ઘરનું ઈન્ટિરિયર પણ ખૂબ જ કિંમતી છે.

આ ઘરમાં બનેલો બેડરૂમ ખૂબ જ લક્ઝરી અને સુંદર છે. ત્યાં મોટા સોફા, સુંદર પડદા અને એક મોટું ટીવી છે. રૈના અવારનવાર તેના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, રૈના તેના માતા-પિતા, પત્ની પ્રિયંકા અને બાળકો ગ્રેસિયા અને રિયો સાથે રહે છે.

દરેક આરામ આ ઘરમાં હાજર છે. મોટો લિવિંગ રૂમ, મોટો હોલ, મોટું રસોડું વગેરે ઘણું બધું જે આ ઘરને એકદમ લક્ઝરી બનાવે છે. વર્ષ 2017માં સચિન તેંડુલકર પણ સુરેશ રૈનાના ઘરે ગયો હતો. આ તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer