શ્રી રામે કર્યો હતો સીતાજીનો પરિત્યાગ, સીતાને ફરીથી મળી હતી સુરપંખા અને પૂછ્યો હતો એક પ્રશ્ન.

દોસ્તો, રામાયણ સાથે જોડાયેલા અલગ અલગ પ્રસંગો જેમ કે શ્રી રામ નો જન્મ, સીતા સ્વયંવર, વનગમન, સીતાહરણ, લંકા દહન, રાવણ વધ, રામ નું અયોધ્યા આવવું, સીતા નો પરિત્યાગ તથા લવ-કુશ જન્મ વગેરે ની કથા લગભગ દરેક દેશવાસી જાણે છે. આજકાલ ઘણા ટીવી ચેનલો પર રામાયણ નામક ધારાવાહિક પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જે વાર્તા બતાવવા જઈ રહ્યા છીએ તે આમાંથી નથી. જણાવી દઈએ કે રાવણ વધ પછી અયોધ્યાના રાજા બનેલા શ્રી રામ એ લોક ઉપવાદના ડરથી સીતાને છોડી દીધા હતા. એના પછી વનમાં સીતાની મુલાકાત બીજીવાર સુરપંખા સાથે થઇ હતી.

કથા આવે છે કે સુરપંખા એ જ રાવણને સર્વનાશ નો શ્રાપ આપ્યો હતો. રાવણની બહેન સુરપંખાના પતિ વિદયુતજીહ્વા કાલકેય નામના રાજાના સેનાપતિ હતા. જયારે રાવણનું કાલકેય સાથે યુદ્ધ થયું ત્યારે એણે વિદયુતજીહ્વાનું વધ કરી દીધું. ત્યારે સુરપંખા એ મનોમન રાવણનો સર્વનાશ કરવાનું નક્કી કરી લીધું હતું.

પંચવટીમાં લક્ષ્મણ દ્વારા સુરપંખાનું નાક કાપ્યા પછી રાવણ દ્વારા સીતા હરણની કથા બધા જાણે છે અને સીતાની મુક્તિ માટે શ્રી રામ એ રાવણ સહીત સમસ્ત રાક્ષસોનો પણ સંહાર કરી દીધો. અયોધ્યા પાછા ફર્યા પછી સીતાને લઈને મોટો એક લોક ઉપવાદ ઉઠ્યો, એ ભયથી શ્રી રામએ સીતાને છોડી દીધા. ત્યારે વનમાં સુરપંખા સીતા સાથે બીજીવાર મળી હતી. તે સીતાને વનમાં જોઇને ખુબ પ્રસન્ન થઇ ગઈ. એણે કહ્યું કે શ્રી રામએ મને અસ્વીકાર કર્યો તો તમને પણ છોડી દીધા. મને આ વાત પર ખુબ જ ખુશી મળી છે.

માતા સીતા એ કહ્યું કે હું એ વિચારું છું કે હું જેને પ્રેમ કરું છું તે મને પણ એટલો જ પ્રેમ કરે. આ વાત સાંભળીને સુરપંખા ખુબ જ ખુશી થઇ એણે સીતાને કહ્યું કે એને સજા કેવી રીતે મળશે. સીતા એ કહ્યું કે તે પણ શુકુનથી સુઈ નઈ શકે. હવે તમે મનના દ્વાર ખોલો અથવા તમે પણ એક દિવસ રાવણની જેમ નાશની પ્રાપ્તિ થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer