ભારત દેશમાં ભગવાન સૂર્યના ઘણા બધા મંદિરો આવેલ છે પરંતુ આજે અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ પોતાની કલાત્મક ભવ્યતા ની સાથે સાથે દિશા બદલવાના કરને પણ ખુબજ પ્રક્યાત છે.
કહેવામાં આવે છે કે આ મંદિર પોતાની દિશા બદલી ચુક્યું છે, તો ચાલો જાણીએ આ મંદિરની હકીકત. ક્યાં આવેલું છે આ સૂર્ય મંદિર : આ સૂર્ય દેવતાનું મંદિર બિહારના ઓરંગાબાદ ના દેવ માં સ્થિત છે.
આ મંદિરની રૂપ રેખા ઓડીસ્સા ના જગન્નાથ મંદિર સાથે મળતી આવે છે. આ કાળા અને ભૂરા પથ્થરોના પ્રયોગથી અનુપમ વાસ્તુકલા થી બનેલા છે. તેમાં પણ સૂર્ય દેવ ના રથની આકૃતિ જોવા મળે છે.
મંદિર પશ્ચિમ દિશા તરફ જોવા મળે છે. આ ખુબજ પ્રાચીન મંદિર છે. ચમત્કારી રૂપથી આ મંદિરે બદલી પોતાની દિશા : આ મંદિર ને લઈને એવી માન્યતા છે કે આ મંદિરે પોત્કનિ દિશા પશ્ચિમ થી પૂર્વ કરી લીધી છે.
તેની પાછળ એક કથા ખુબજ પ્રચલિત છે. એક વાર કોઈકે આ મંદિરને તોડવા માટે દલ આગળ મોકલ્યું હતું. મંદિરના પુજારીઓ એ ખુબજ વિનંતી કરી કે તેઓ સૂર્ય દેવના આ મંદિર ને ના તોડે.
ત્યારે એ દલ ના મુખિયા એ મજાક માં કહ્યું કે જો આ મંદિર સાચું છે તો કાલ સુધીમાં પોતાની દિશા બદલી ને બતાવે. આખી રાત મંદિરના પુજારીઓ એ વિનંતી કરી કે હે પ્રભુ ચમત્કાર બતાવો.
અને આ મંદિરનો નાશ થતા અટકાવો. પછી બીજા દિવસે સવારે જયારે દરેક લોકો વિસ્મિત થઇ ગયા જયારે તેમણે જોયું કે મંદિર નું મુખ પૂર્વ દિશા માંથી પશ્ચિમ થઇ ગયું હતું.
દરેક પંડિતો અને ભક્તો સૂર્ય ભગવાન ની જય જય કાર બોલાવવા લાગ્યા હતા. જયારે એ દળે આ ચમત્કાર પોતાની આંખોથી જોયો તો એ પણ આ મંદિર ની સામે મસ્તક જુકાવી ગયા.