સનાતન ધર્મ માં સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પાંચ દેવોની સ્થાપનાનું મહત્વ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં સૂર્ય, ગણેશજી, દુર્ગા, શિવ, અને વિષ્ણુ, આ પાંચેય દેવોની પૂજા કરવાથી બધી પરેશાની દુર થવા લાગે છે.
આ પાંચેય દેવોમાં થી સૂર્યને પ્રત્યેક્ષ દેવ માનવામાં આવ્યા છે. સૂર્ય માટે માનવામાં આવે છે કે સૂર્યની વગર પૃથ્વીમાં જીવનની કલ્પના પણ કરી શકાતી નથી.
સૂર્યના કિરણોથી જ જીવનને ઉર્જા મળે છે તેમજ શારીરિક અને માનસિક રોગોનું પણ નિવારણ થાય છે. શાસ્ત્રોમાં સૂર્યની ઉપાસના વિશે કહેવામાં આવ્યું છે.
સૂર્યની ઉપાસના માટે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી સાફ કપડા પહેરી સૂર્યદેવનું ધ્યાન ધરવામાં આવે છે. સૂર્યોદયમાં સૂર્યની સામે ઉભા રહીને સૂર્યને નમસ્કાર કરવામાં આવે છે,
નમસ્કાર કરતા સમયે પાણીના ધોધથી થઈને જે સૂર્યના કિરણો આપણા સૂર્યને સ્પર્શે છે તે શરીરમાં વિદ્યમાન રોગના કીટાણુંને નાશ કરે છે તેમજ શરીરમાં ઉર્જાનું સંચાર કરે છે.
સૂર્યને નમસ્કાર કરવાના બે પ્રકાર હોય છે. એમાંથી એક જળાશય અથવા નદીના પાણીમાં ઉભા રહીને અંજલીથી અથવા તાંબાના વાસણમાં પાણી ભરીને એને આપણા મસ્તકથી ઉપર લઇ જઈને સૂર્યને પાણી રેડવું જોઈએ.
સૂર્યને પાણી ચઢાવવાની બીજી વીશીમાં સ્વયં ની સામે ઉગતા સૂર્યને પાણી આપવામાં આવે છે. એમાં એક તાંબાના લોટામાં પાણી લઈને એમાં ચંદન, ચોખા તેમજ ફૂલ લઈને મસ્તકની ઉપર તાંબાના લોટને લઇ જઈને સૂર્યને સમર્પણ કરવું જોઈએ.
સૂર્યને પાણી ચઢાવતા સમયે પાણી પગની નીચે આવવું ન જોઈએ. એના માટે ઉપર ચઢવા માટે પગની નીચે કોઈ વાસણ રાખી લો. વાસણમાં એકત્રિત પાણીને માથા પર, હ્રદય પર તેમજ બંને બાહો પર લગાવવું જોઈએ.