આપણા દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. ૧૬ ડીસેમ્બર થી લઈને ૧૪ જાન્યુઆરી સુધી એટલે કે, ઉતરાયણ સુધી કમુહૂર્તા રહેવાના હોય અને લગ્ન સહિતના માંગલિક કાર્યો પણ બ્રેક લાગી જશે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતા જ ધનુર્માસનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન લગ્ન, સગપણ જેવા શુભકાર્યો અટકી જાય છે.
આ સમય અશુભ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે. માટે હવે એક મહિના સુધી લગ્નની સિઝન બંધ થઇ જશે. તા.14 જાન્યુઆરી અને ઉતરાયણ બાદ ફરીવાર લગ્નની સિઝનનો પ્રારંભ થશે. આમ એક મહિના સુધી હવે લગ્ન વિધિ, સગપણ-સગાઇ, દીક્ષા, મૂહૂર્ત પ્રદાન, મકાન કે ઓફિસના ઉદઘાટન, નવા મકાન- વાહનની ખરીદી જેવા કાર્યો પણ અટકી જશે. જો કે વિદેશ એટલે કે એનઆરઆઇ લોકો દ્વારા આ સમયમાં મોટાપાયે લગ્નો કરવામાં આવે છે.
આ દિવસો દરમિયાન વિદેશમાં વેકેશનનો માહોલ હોવાથી ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા મોટા પ્રમાણમાં લગ્નો કરવામાં આવે છે.
આમ આવતી તા.16 ડિસેમ્બરના રોજ સવારે 9.09 કલાકથી કમૂર્હતાનો પ્રારંભ થશે અને આ ધનારક કમૂર્હતા તા. 14 જાન્યુઆરીને સાંજે 7.50 કલાકે ઉતરી જશે.
ધનુર્માસમાં ભક્તિ અને દાનપુણ્યનું મહાત્મ્ય
ધનુર્માસમાં ભાવથી જમાડેલા એક બ્રાહ્મણનુ પુણ્ય એક હજાર બ્રાહ્મણને જમાડયા બરાબર છે. ધનુર્માસ દરમિયાન દરરોજ ભગવાન શ્રીધરને મુગન્ન (મગની દાળનો શીરો) અને પાયસાન્ન (દૂધ અને દૂધમાંથી બનતી મીઠાઇઓ) ધરાવવાનો પણ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. વિષ્ણુસહસ્ત્ર નામનું સ્મરણ અને પઠન પૂણ્યકારી બને છે. માગશર માસને દેવતાઓનો પ્રાત:કાળ માન્યો છે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં પણ “માસોમાં હું માગશર છું’ એમ સ્પષ્ટ કહ્યું છે.
જાન્યુઆરીના અંતિમ 15 દિવસમાં લગ્નની ધૂમ
આ વર્ષે શિયાળુ લગ્ન ઉત્સવનો પ્રથમ તબક્કામાં માત્ર 3 જ શુભ મુહૂર્ત છે જે આવતી કાલે પૂર્ણ થશે. તા.13 ડિસેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરના લગ્નોત્સવનું આખરી શુભ મુહૂર્ત બની રહેશે. ત્યાર બાદ ધનારક કમુહૂર્તા શરુ થશે. આગામી 14 જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે અને બાદમાં જાન્યુઆરીના બીજા 15 દિવસમાં લગ્નની ધૂમ સિઝન છે. જેમાં 15 દિવસમાં તા.17,18, 19, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 31 જાન્યુઆરી લગ્નના શુભ મુહૂર્ત છે.