સવારે વહેલાં ઊઠો અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો. જળ ચઢાવવા માટે તાંબાના લોકોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તાંબું સૂર્યની ધાતુ છે. જળમાં ચોખા, રોલી, ફૂલ-પાન પણ નાંખવા જોઈએ
ત્યારબાદ જળ ચઢાવતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરો. ગાયત્રી મંત્ર-
ऊँ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात्।
સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. ગાયત્રી મંત્ર જાપ કર્યા પછી સૂર્યદેવના 12 નામવાળા મંત્રનો જાપ કરી શકો છો. આ છે સૂર્યના 12 નામવાળો મંત્ર-
आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर, दिवाकर नमस्तुभ्यं, प्रभाकर नमोस्तुते।
सप्ताश्वरथमारूढ़ं प्रचंडं कश्यपात्मजम्, श्वेतपद्यधरं देव तं सूर्यप्रणाम्यहम्।।
સૂર્યને રોજ જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે-
સૂર્યને અર્ધ્ય આપતી વખતે પાણીની જે ઘારા જમીન ઉપર પડે છે, તે ધારાની અંદરથી સૂર્યના દર્શન કરવા જોઈએ. તેનાથી આંખોની રોશની તેજ રહે છે. અર્ધ્ય આપ્યા પછી જમીન પર પડતા પાણઈને પોતાના મસ્તક પર લગાવવું જોઈએ. સૂર્યને જળ ચઢાવવા સવારે વહેલાં ઊઠવું જોઈએ. વહેલાં ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. દિવસભર કામ કરવા માટે સમય વધુ મળે છે. જળ ચઢાવવા માટે ઘરેથી બહાર નિકળવાનું હોય છે. એવી વખતે સવાર-સવારના વાતાવરણનો લાભ સ્વાસ્થ્યને મળે છે.