રવિવાર એટલે કીર્તિ, ઉર્જા, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રદાન કરનાર દેવતાનો દિવસ. આ દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવામાં આવે છે ભગવાન સૂર્ય જે જ્યોતિષ વિદ્યામાં ગ્રહ નક્ષત્રના અધિપતિ કહેવાય છે. તેને તારાગણમાં સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલ છે. જે પોતાના તેજ થી શોકનો નાશ કરે છે, અને આરોગ્યની સાથે શ્રેષ્ઠ જીવન પ્રદાન કરે છે. ભગવાન સૂર્યને લઈને એક શ્લોક ખુબજ લોકપ્રિય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન સૂર્યને દરરોજ નમન કરનાર લોકોને ક્યારેય ગરીબી નથી આવતી. સૂર્ય નામસ્કારને સર્વાંગ યોગ પણ કહેવામાં આવે છે તેમાં યોગ અને વિભિન્ન આસનો નો સમાવેશ થાય છે.
કહેવાય છે કે સૂર્ય નામસ્કાર માટે સૂર્યોદયના સમય ને ઉત્તમ માનવામાં આવે છે. સૂર્ય નામસ્કાર હંમેશા ખુલી હવામાં કરવામાં આવે છે. આસન ખાલી પેટ કરવાથી વધુ ફાયદો થાય છે. સૂર્ય નામસ્કાર કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે. આ યોગ તેર વાર કરવો જોઈએ, તેનાથી સૂર્ય ઉપાસના થાય છે. તેના પ્રભાવથી યાદશક્તિનો વિકાસ થાય છે. યાદશક્તિ તીવ્ર બને છે અને સૂર્યના કિરણોથી ઘણા બધા રોગ દુર થાય છે. તેમાં શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને કોઢ પણ દુર થઇ જાય છે. સૂર્ય નામસ્કારણી સ્થિતિ પ્રાર્થના આસનની છે. છેલ્લી સ્થિતિઓ સુધીમાં દરેક યોગાસન પૂર્ણ થઇ જાય છે. આ મંત્રની સાથે ભગવાન સૂર્યના વિભિન્ન નામો ના મંત્રોચ્ચાર કરવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. ભગવાન સૂર્ય પ્રસન્ન થઈને આરોગ્યનું વરદાન આપે છે.
જીવનમાં કીર્તિ, અને યશની પ્રાપ્તિ થાય છે. શત્રુઓ નો નાશ થાય છે. ભગવાન પ્રસન્ન થઈને આરોગ્ગ્ય, ધન-ધાન્યથી સંપન્ન થવાના આશીર્વાદ આપે છે. તો બીજી બાજુ સમૃદ્ધિની સાથે દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત કરી જીવન સુખમય બનાવી શકાય છે. તેના માટે સૂર્ય નામસ્કારની સાથે ભગવાન સૂર્યને તાંબાના જલપાત્રમાં જળચડાવવું પણ ખુબજ ઉત્તમ છે.