પ્રત્યેક દિવસનું આપણા જીવનમાં ખુબજ મહત્વ હોય છે. અઠવાડિયાના સાતેય દિવસોમાં અલગ અલગ ભગવાનની પૂજા કરવામાં આવે છે. દિવસ મુજબ અને વાર મુજબ અલગ અલગ ભગવાનની પૂજા કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. દરેક લોકો જાણે છે કે સૂર્યદેવ આ પૃથ્વીને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે. સૂર્ય છે એટલે જ પૃથ્વી પર જીવન છે. વૈદિક કાળથી સૂર્ય ઉપાસના ચાલતી આવી છે. ભગવાન સૂર્યના ઉદય સાથે જ આખું જગત પ્રકાશિત થઇ ઉઠે છે, અને આખી દુનિયાનો અંધકાર નષ્ટ થઇ જાય છે. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે. સૂર્યદેવ ને પ્રસન્ન કરવાના કેટલાક અસર કારક ઉપાય.
-દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્ય દેવને જળ ચડાવવું જોઈએ.
-સૂર્યને ધીમે ધીમે એવી રીતે જળ ચડાવવું કે જળધારા આસન પર આવીને પડે તે જમીન પર ના જવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
-રવિ વારનું વ્રત રાખવું રવિ વાર સૂર્યદેવનો વાર હોવાથી રવિવારનું વ્રત રાખવાથી સૂર્ય દેવ પ્રસન્ન થઇ જાય છે.
-સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી, ભગવાન વિષ્ણુની ઉપાસનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.
-હંમેશા કોઈ સારું કામ કરવા જતા હોઈએ ત્યારે ઘરેથી બહાર નીકળતી વખતે કઈ ગળ્યું ખાઈને પાણી પીયને પછી જ નીકળવું, આવું કરવાથી આપણું કોઈ પણ શુભ કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ થાય છે.
-પિતા અને તેમના સબંધીઓનું સમ્માન કરવું. તેમજ ક્યારેય ઘરના વડીલોનું તેમજ ઘરે આવેલા અતીથીનું અપમાન ના કરવું જોઈએ.