જ્યારે રાત્રે આપણને ઊંઘ આવે છે, ત્યારે આપણે આસપાસ રહેલી કોઈપણ વસ્તુ માં ધ્યાન આપી શકતા નથી. જ્યારે આપણે રાત્રે ઉંઘી જતા હોઈએ છીએ ત્યારે આપણને એ વસ્તુનો પણ ખ્યાલ રહેતો નથી કે આપણી આસપાસ કઈ વસ્તુઓ પડેલી છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર બતાવવામાં આવ્યું છે કે રાત્રે સૂતી વખતે હંમેશાં ને માટે અમુક વસ્તુઓને ધ્યાનથી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે તમારા તકિયા ની આસપાસ અમુક વસ્તુઓ ન રહેવી જોઈએ, જેથી કરીને તેનો ખરાબ પ્રભાવ તમારા ઉપર ન પડે.
કહેવાય છે કે રાત્રે સૂતી વખતે જો તમારા તકિયા ની આસપાસ અમુક એવી વસ્તુઓ પડેલી હોય તો તેના કારણે તેની ખરાબ અસર તો તમારા ઉપર પડે છે. સાથે સાથે તેના કારણે તમને ધનહાનિ પણ થાય છે. આ ઉપરાંત તમારા સ્વાસ્થ્ય અને તમારા કરિયરને પણ ઘણું બધું નુકસાન થઇ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જેને તકિયા નીચે રાખવાથી થઈ શકે છે આ નુકસાન.
આપણે દરેક લોકો જાણીએ છીએ કે પાણી ખુબ શીતળ હોય છે, અને તે ચંદ્રમા સાથે સીધો જ સંબંધ ધરાવે છે. જો રાત્રે તમારા તકિયા ની બાજુમાં પાણી રાખવામાં આવે તો તેના કારણે તમારા મસ્તક પર ચંદ્રમાની અસર પડે છે.
ઘણા લોકો એવા હોય છે કે જે રાત્રે સૂતી વખતે વાંચતા હોય ત્યારે તે બુક ને પોતાના તકિયાની નીચે રાખીને જ સુઈ જતા હોય છે. જે લોકો આવું કરતા હોય તેણે હંમેશાને માટે પોતાની આ આદતને બદલાવી નાખવી જોઈએ. કોઈપણ સમાચાર પત્ર કે મેગેઝીનને તમારા તકિયાની નીચે રાખીને સૂવાથી તમારા કેરિયર અને તમારા સ્વાસ્થ્ય ઉપર તેની ખરાબ અસર પડે છે.
ઘણા લોકો રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, અને જ્યારે ઉંઘ આવી જાય ત્યારબાદ તે મોબાઇલ ને પોતાના તકિયા ની આસપાસ રાખીને સૂઈ જતા હોય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે મોબાઇલ ની અંદર થી અનેક પ્રકારના ખતરનાક રેડિએસન નીકળતા હોય છે, અને આથી જ રાત્રે સૂતી વખતે તેની આસપાસ ક્યારેય પણ મોબાઇલ રાખીને ન સૂવું જોઈએ.
રાત્રે સૂતી વખતે તમારા બુટ ચંપલ ને ક્યારે પણ તમારા તકિયા પાસે ન રાખવા જોઈએ. રાત્રે સૂતી વખતે હંમેશાં ને માટે ધ્યાન રાખવું કે તમારા બેડ નીચે જો કોઈ પણ પ્રકારના ચપલ રાખેલા હોય તો તેને પણ હટાવી લેવા જોઈએ. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય અને ધનને નુકસાન થતું હોય છે. રાત્રે સૂતી વખતે કોઈપણ પ્રકારનું પર્સ કે બટવા ને તમારા તકિયા પાસે ન રાખવા જોઈએ. કેમ કે, આમ કરવાથી પણ તમારા વધારાના ખર્ચામાં વધારો થઇ શકે છે.