દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે અહી ચડવામાં આવે છે તલનો અભિષેક

દેવોના દેવ મહાદેવની પસંદ અને ના પસંદ પણ બીલકુલ અલગ છે. તિલકેશ્વર મહાદેવ ભલે દેખાવમાં બીજા મંદિર માં વિરાજવા વાળા શિવ જેવા લાગે, પણ તેને પ્રસન્ન કરવા સહેલા નથી.

તિલકેશ્વર મહાદેવના નામમાં છુપાયેલી છે એવી વાર્તા જેના કારણે આ શિવ મંદિરમાં થાય છે તેની અલગ જ મહત્વતા. અહી મહાદેવનું પંચામૃતથી નહિ પણ તલથી આભીષેક કરવામાં આવે છે. મુઠી ભર તલ જો શિવને ચડાવામાં આવે. અને કોઈ ખાસ મનોકામના હોય કે પછી શિવનું વરદાન જલ્દી મેળવું હોય તો તલ સાથે ગુલાબનું ફૂલ ચડાવામાં આવે છે. કહે છે આવું કરવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. નોકરી હોય કે વેપાર બધી જગ્યાએ લાભ થવા લાગે છે. કર્જો ચૂકવાનો રસ્તો મળી જાય છે અને બગડેલા કામ બરાબર થવા લાગે છે.    

જળ અને દૂધનો અભિષેક કરવા વાળા શિવને તલનો અભિષેક શા માટે કરવામાં આવે છે તેની એક વાત લાખો વર્ષો જૂની છે. કહે છે કે એક વાર ભુમનું ના પુત્ર રાજા તિલકને ધનની અછતથી પસાર થવું પડ્યું હતું. તેનો કોશ ખાલી થઇ ગયો હતો અને પ્રજા પાઈ-પાઈ માટે તરસતી હતી, ત્યારે તિલકે નર્મદાના કિનારે આજ જગ્યા પર કઠોર તપ કર્યું. તેને તલથી વર્ષો સુધી શિવનું અભિષેક કર્યું અને અખૂટ ધનનું વરદાન મેળવ્યું. શિવે તેની ઈચ્છા જ પૂરી ના કરી પણ પ્રજાને પણ આજીવન સુખ સમૃધી નો આશીર્વાદ આપ્યો. ત્યાર થી જ શિવ ત્યાં તિલકેશ્વર મહાદેવથી ઓળખાયા અને પૂજાવા લાગ્યા.   

તિલકેશ્વર મહાદેવને કોઈ પણ રંગના તલથી અભિષેક કરવામાં આવે છે. પણ કળા તલને ગોળધાણા તેને વધુ પ્રિય છે. તલ અને તલથી બનાવેલી મીઠાઈ ભોલેનાથને ખુબ જ પ્રિય છે. ત્યારે તો ભક્ત અહી આવીને થોડા એવા તલ ચડાવે છે અને જોળી ભરી ભરીને લઈ જાય છે અઢળક ખુશીઓ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer