તમારી દુર્દશાનું કારણ બની શકે છે ઘરનો કાળા કલરનો દરવાજો, જાણો વાસ્તુદોષના બીજા કારણો…

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખેલી વસ્તુનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ઘરની બહારની વસ્તુઓની પણ હોય છે. કહેવાય છે કે ઘરમાં દરેક સામાન ખાસ જગ્યાએ રાખવો જોઈએ. કારણ કે તેની અસર આપણા જીવન પર પણ પડે છે. કેટલાક ઘરમાં વિવાદ અને ક્લેશ કાયમી હોય છે.

આવું તમારા ઘરમાં ન થાય તે માટે જાણી લો એવા વાસ્તુ દોષ વિશે જે ઘરમાં ક્લેશનું કારણ બની જાય છે.  ઘરનો મુખ્ય દરવાજો સૌથી મોટો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં નાનો હશે તો ધન સંબંધિત સમસ્યાઓ આવતી રહે છે.

જે ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં અંધારું હોય ત્યાં પણ ધન હાનિ થતી જ રહે છે. ઘરના આ ખૂણામાં લક્ષ્મીનો વાસ હોય છે તેથી ત્યાં સંધ્યા સમયે પણ દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશા યમની દિશા છે. આ દિશામાં તિજોરી રાખવી ન જોઈએ. જે ઘરમાં લોકો તિજોરી આ દિશામાં રાખે છે ત્યાં ધન ટકતું નથી.

સૂર્યોદય સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોવો જોઈએ.  જો મુખ્ય દરવાજો કાળા રંગનો હશે તો પરીવારના સભ્યોને અન્ય લોકો દગો આપે છે.

ઉપરોક્ત પાંચ વાસ્તુ દોષ એવા છે જેનું નિવારણ આવશ્યક છે. આ વાસ્તુ દોષ દૂર કરવા ઘરની વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ અથવા તો તેના દોષનું નિવારણ થાય તે માટે કોઈ ઉપાય કરવા જોઈએ.

આ ઉપરાંત ઘરના સભ્યોને વારંવાર અપમાન સહન કરવું પડે છે. ઘરના દરવાજા પાછળ લાકડી કે હથિયાર ન રાખવા જોઈએ. આવી આદત રાખશો તો ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થતાં રહેશે. બેડરૂમમાં વોશ બેસિન હોવી ન જોઈએ. તેનાથી દાંપત્યજીવન પર ખરાબ અસર પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer