કરિયરમાં ઉતાર-ચડાવ તો આવ્યા જ રહે છે પણ જ્યોતિષના જાણકારોનું માનવું છે કે સારું કરિયર અને સંઘર્ષથી બચવા માટે આપણે પોતાનું જન્માંક એટલે કે જન્મદિન હિસાબથી કરિયરના ક્ષેત્રને પસંદ કરવું જોઈએ ચાલો જાણીએ શું કહે છે તમારું જન્માંક….
જ્યોતિષના જાણકારોનું માનો તો દરેક માણસના જન્માંકનો સંબધ કોઈ પણ ગ્રહથી છે. એજ ગ્રહ માણસના ભવિષ્ય અને કરિયર પણ નક્કી કરે છે. આંકડા જ્યોતિષમાં જન્મતિથી અનુસાર તમે તમારા માટે સારું કરિયર ક્ષેત્ર પસંદ કરી શકો છો, કેમ કે સાચી કરિયર પસંદગીથી જ તમે કામયાબીની બુલંદીઓને સ્પર્શ કરી શકો છો.
૧, ૧૦, ૧૯ અથવા ૨૮ તારીખે જન્મેલા લોકો માટે: -જો તમારો જન્મદિવસ મહિનાની ૧, ૧૦, ૧૯, અથવા ૨૮ તારીખે છે તો તમારા જન્માંકનો સબંધ સૂર્ય થી છે. -તમારા માટે શાશન, પ્રશાશન, સ્વાસ્થ્ય અને રાજનીતિના ક્ષેત્ર લાભકારી રહેશે. -સૂર્યની ઉપાસનાથી તમને કરિયરમાં વધારે સફળતા મળશે.
જો તમારો જન્મ દિવસ ૨, ૧૧, ૨૦, અથવા ૨૯ તારીખે છે તો : -તમારો જન્માંક નો સબંધ ચંદ્રમાં થી છે. -તમારા માટે કળા, ફિલ્મ, સ્વાસ્થ્ય, નેવી, શિક્ષા અને ખાવા-પીવાનું ક્ષેત્ર સારું રહેશે. -કરિયર માં સફળતા માટે તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ.
૩ આંકડા વાળા પસંદ કરો કરિયરનું આ ક્ષેત્ર : -જો તમારો જન્મદિવસ મહિના ની ૩,12, 21, અથવા ૩૦ તારીખે આવે છે તો તમારા જન્માંક નો સબંધ બૃહસ્પતિ થી છે. -તમારા કરિયર માટે શિક્ષા, ધર્મ, અને કાનૂનના ક્ષેત્ર વિશેષ લાભકારી હશે. -કરિયરની સફળતા માટે તમારે શ્રી હરીની ઉપાસના કરવી જોઈએ. શિવની ઉપાસના આ આંકડા વાળાને આપશે સફળતા :
જો તમારો જન્મદિવસ મહિનાની ૪, ૧૩, ૨૨ અથવા ૩૧ તારીખે હોય છે તો તમારા મૂળાંક ચાર છે અને તમારા જન્માંકનો સબંધ રાહુ થી છે. -તમારા માટે કોમ્પ્યુટર, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, જ્યોતિષ અને માર્કેટિંગના ક્ષેત્ર સારા રહેશે. કરિયરમાં સફળતા માટે શિવજીની ઉપાસના વિશેષ લાભકારી થશે.
જો ૫, ૧૪, અથવા 13 તારીખે છે તમારો જન્મદિવસ : એવામાં તમે આ વાતોનું ધ્યાન રાખો…. -તમારો જન્માંક નો સબંધ બુધ થી છે. -તમારા માટે બેન્કિંગ, ફાઈનાન્સ, માર્કેટિંગ અને કોમર્સના ક્ષેત્ર સારા રહેશે. -કરિયરમાં સફળતા માટે ગણપતીની ઉપાસના કરો.
જો તમારો જન્મદિવસ ૬,૧૫ અથવા ૨૪ તારીખે છે તો : -તમારો જન્માંકનો સબંધ શુક્ર થી છે. -તમારા માટે ફિલ્મ, મીડિયા, સ્વાસ્થ્ય, કેમિકલ, આભુષણ, સોંદર્યના ક્ષેત્ર સારા રહેશે. -કરિયર માં સફળતા માટે માં લક્ષ્મીની ઉપાસના કરો.
આ મૂળાંકના લોકો એ પસંદ કરવા જોઈએ આ ક્ષેત્ર : -જાણકારો ની મુજબ જન્માંક ૭, ૧૬, અથવા ૨૫ વાળા લોકો માટે થોડા પસંદગીના ક્ષેત્રોમાં કરિયર બનાવવું જ સારું રહેશે…. -તમારા જન્માંક નો સબંધ કેતુ થી છે.
તમારા માટે એન્જીન્યરીંગ, ટેકનીક, મેનેજમેન્ટ અથવા યાત્રાઓના ક્ષેત્ર સારું રહેશે. -કરિયરમાં સફળતા માટે તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ. જો શની અને મંગળ ના છે તમારો જન્માંક : જો તમે જીવનમાં કઈક મોટું અને સાર્થક કાર્ય કરવા માંગો છો
તો તમારા જન્માંકને અનુકુળ કરિયરની પસંદગી જ તમને કામયાબીની ઉંચાઈ પર પહોંચાડી શકે છે. શનિનો અંક ૮ છે અને મંગળનો અંક ૯ છે. જો તમારો જન્મદિવસ ૮, ૧૭, અથવા ૨૬ તારીખે છે તો તમે કરો આ કરિયરની પસંદગી.
તમારો જન્માંકનો સબંધ શનિથી છે. -તમારા માટે ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી, લોખંડ, કોલસો, શિક્ષા અને કાનૂન ના ક્ષેત્ર સારા રહેશે. -કરિયરમાં સફળતા માટે તમારે શનિ દેવની ઉપાસના કરવી જોઈએ.
૯, ૧૮ અથ ૨૭ તારીખ પર આવે છે જન્મદિવસ તો આ ક્ષેત્ર સફળતા આપશે: -તમારો જન્માંક નો સબંધ મંગળ થી છે. -તમારા માટે સેના, પોલીસ, પ્રશાશન, ફેક્ટરી, જમીન અને પરિશ્રમ વાળા ક્ષેત્ર સારા રહેશે.
કરિયરમાં સફળતા માટે તમારે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. -અંક જ્યોતિષના જાણકારોનું માનવું છે કે જે લોકો એમના જન્માંક અનુસાર ક્ષેત્રોમાં કરિયર બનાવે છે એની તરક્કી ખુબ ઝડપથી થાય છે. એવા લોકોને નાની ઉમરમાં જ મોટી સફળતા મળી જાય છે.