શુક્ર ગ્રહ સૌરમંડળનો સૌથી દીવ્યમાન ગ્રહ છે. તેનું એક વર્ષ આપણા 225 દિવસ સમાન છે. 22 મિલ પ્રતિ સેકંડની ગતિએ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ ગ્રહ દક્ષીણ પૂર્વ દિશાનો સ્વામી, સ્ત્રી જાતી, શ્યામ અને ગૌર વર્ણનો છે. તેના ભાવથી જાતકનો રંગ ઘઉંવર્ણો હોય છે.
લગ્નથી છઠ્ઠા સ્થાન પર નિષ્ફળ તેમજ સાતમાં સ્થાન પર શુભ હોય છે. મદન પીડા, ગાન વાહન વગેરેનો કારક હોય છે. જાતકની કુંડળીમાં વિભિન્ન સ્થિતિ અનુસાર શુક્ર ગ્રહથી સગાઇ, લગ્ન, છૂટાછેડા, વિલાસ, પ્રેમ સુખ, સંગીત, ચિત્રકલા, ધ્યુત, કોષાધ્યક્ષતા, માંનાધ્યક્ષતા, વિદેશ ગમન, સ્નેહ તેમજ મધુપ્રમેહ વગેરે રોગોનું અદ્યયન થાય છે.
મિથુન, કન્યા, મકર, અને કુંભ લગ્નોમાં આ યોગકારક હોય છે. આશ્લેષા, જયેષ્ઠા, રેવતી, કૃતિકા, તેમજ સ્વાતિ અને આદ્રા નક્ષત્રમાં રહીને શુભ ફળ આપે છે. તથા ભારણી, પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઠા, મૃગશિરા, ચિત્રા, ધનિષ્ઠા નક્ષત્રોમાં સ્થિત થઈને શુભ ફળ આપે છે.
તેમજ ૧૫ નક્ષત્રો માં સમાન ફળ આપે છે. આ ગ્રહનો આધિકાર મનુષ્યના ચહેરા પર હોય છે. આ ગ્રહ એક રાશી પર દોઢ મહિનો રહે છે. તે વૃષભ તથા તુલા રાશીનો સ્વામી છે. તેમજ તે તુલા રાશી પર વિશેષ બલી રહે છે શુક્ર ગ્રહના ગુરુ સૂર્ય, ચંદ્ર મિત્ર, બુધ, શની સમ તથા દુશ્મન મંગલ હોય છે. જન્મના સમયે શુક્ર ગ્રહના દ્વાદશ ભાવોના ફળ આ પ્રકારે હોય છે.
જેના લગ્ન સ્થાનમાં શુક્ર હોય તો તેનું અંગ પ્રત્યંગ સુંદર હોય છે. શ્રેષ્ઠ રમણીઓની સાથે વિહાર કરવા તેયાર રહે છે. એવા વ્યક્તિ લાંબી આયુવાળા, સ્વસ્થ, સુખી, મૃદુ, તેમજ મધુરવાણી, વિદ્વાન, કામી તથા રાજકાર્યમાં દક્ષ હોય છે. બીજા સ્થાન પર શુક્ર હોય તો છોકરો પ્રિય ભાષી અને બુદ્ધિમાન હોય છે.
સ્ત્રીની કુંડળી હોય તો છોકરી સર્વશ્રેષ્ઠ સુંદર પદ પ્રાપ્ત કરવાની અધિકારી હોય છે. છોકરાઓ મિષ્ઠાનભોગી, લોકપ્રિય, જોહરી, કવિ, દિર્ધજીવી, સાહસી તેમજ ભાગ્યવાન હોય છે. વ્યક્તિની કુંડળીમાં ત્રીજા ભાવ પર શુક્ર હોય તો તે સ્ત્રી પ્રેમી નથી હોતી પુત્ર લાભ થવા પર પણ સંતુષ્ટ નથી હોતી. એવા વ્યક્તિ કૃપણ, આળસુ, ચિત્રકાર, વિદ્વાન, તથા યાત્રા કરવાનો શોખીન હોય છે.
ચોથા ભાવ પર જો શુક્ર હોય તો વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિના ઘણા મિત્રો હોય છે. ઘર બધી વસ્તુઓથી પૂર્ણ હોય છે. એવો વ્યક્તિ દીર્ધાયું, પરોપકારી, આસ્તિક, વ્યવ્હારકુશળ, તેમજ દક્ષ હોય છે. પાચમા ભાવ પર આવેલો શુક્ર વ્યક્તિના ઓછા પરિશ્રમથી પણ તે કાર્યમાં સફળ થાય છે. એવા વ્યક્તિ કવિ હૃદય, સુખી ભોગી, ન્યાય પ્રિય, ઉદાર તેમજ વ્યવસાયી હોય છે.
છઠો શુક્ર વ્યક્તિ માટે નવો શત્રુ પેદા કરશે મિત્રો દ્વારા તેનું આચરણ નષ્ટ થાય છે. અને ખોટા કાર્યોમાં ધનનો વ્યય કરે છે, આવો વ્યક્તિ સ્ત્રી સુખહીન, દુરાચાર, બહુમુત્ર રોગી, દુઃખી, ગુપ્તરોગી, તેમજ મિતવ્યયી હોય છે. આઠમાં સ્થાન પર શુક્ર હોય તો તે વ્યક્તિ વાહન વગેરેનું પૂર્ણ સુખ મેળવે છે. તે દિર્ધ જીવી અને કટુ ભાષી હોય છે. તેની ઉપર કર્જો ચડ્યો જ રહે છે.
એવો વ્યક્તિ રોગી, ક્રોધી, ચીડ્ચીડો, અને દુઃખી, પર્યટનશીલ અને બીજી સ્ત્રી પર ધન વ્યય કરવા વાળો હોય છે. જો નવમાં સ્થાન પર શુક્ર હોય તો તે વ્યક્તિ અત્યંત ધનવાન હોય છે. ધર્માદાના કાર્યમાં તેની ખુબજ રૂચી હોય છે. સગા ભાઈઓનું સુખ મળે છે. આવો વ્યક્તિ આસ્તિક, ગુણી, પ્રેમી, રાજ્પ્રેમી તેમજ મોજી સ્વભાવનો હોય છે.
જેના દસમાં સ્થાન પર શુક્ર હોય તો તે વ્યક્તિ લોભી તેમજ કૃપણ સ્વભાવનો હોય છે. તેને સંતાન સુખનો આભાવ રહે છે. એવો વ્યક્તિ ધનવાન, વિલાસી, વિજયી, હસ્ત કાર્યમાં રૂચી રાખવા વાળો હોય છે. તેમજ શક્કી સ્વભાવનો હોય છે. જેની જન્મ કુંડળીમાં અગિયારમાં સ્થાન પર શુક્ર હોય તો વ્યક્તિ બધાજ કાર્યમાં લાભ પ્રાપ્ત કરે છે.
સુંદર, શુશીલ, કીર્તિમાન, સત્યપ્રેમી, ગુણવાન, ભાગ્યવાન, ધનવાન, વાહન સુખી, એશ્વર્યવાન, લોકપ્રિય, કામી, જોહરી, તેમજ પુત્ર સુખ ભોગવતો હોય છે. આવો વ્યક્તિ જીવનમાં કીર્તિમાન સ્થાપિત કરે છે. જેના બારમાં સ્થાન પર શુક્ર હોય તે વ્યક્તિને દ્રવ્યાદીની કમી નથી હોતી. એવો વ્યક્તિ સ્થૂળ, પરસ્ત્રીરત, આળસુ, ગુણજ્ઞ, પ્રેમી, મિતવ્યયી તેમજ શત્રુનાશક હોય છે.