તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી વિદાય લેતા સમયે બનાસકાંઠામાંથી પસાર થયું હતુ. સતત બે દિવસથી તૌકતે વાવાઝોડું સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યું હતું. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. આખરે મોડી રાત્રે આ વાવાઝોડું ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી રાજસ્થાન તરફ ગયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો.
સૌરાષ્ટ્રથી ઉદભવેલુ આ વાવાઝોડું જ્યા જ્યાથી પસાર થયુ ત્યાં ત્યા ખાનાખરાબી સર્જીને ગયું. જોકે બનાસકાંઠા જિલ્લામાં તેની અસર નહિવત જેવી જોવા મળી. આથી બનાસકાંઠાનું વહીવટી તંત્ર તેને પહોંચી વળવા સજ્જ બન્યું હતું. પરંતુ બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાનું સંકટ ટળ્યું હતું.
આગોતરા પ્લાનિંગ મુજબ ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા પંથકમાં વીજળી બંધ કરાઈ હતી. સતત વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે યુ.જી.વી.સી.એલ.ની 40 ટીમો સહિત અલગ-અલગ વિભાગોની ટીમો તૈનાત કરાઈ હતી.આમ લોકોને થોડો સમય વરસાદી માહોલ વચ્ચે વીજળી વગર રહેવુ પડ્યુ હતું.
જેથી જિલ્લાવાસીઓમાં હાશકારો થયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. બનાસકાંઠામાં વાવાઝોડું આવે એ પહેલાં જ વાવાઝોડાએ તેની દિશા બદલી હતી અને મોડી રાત્રે વાવાઝોડું મહેસાણાથી સતલાસણા થઈને રાજસ્થાનમાં પ્રવેશી જતાં બનાસકાંઠામાંથી સંકટ ટળ્યું હતું.