દક્ષિણ કોરિયાની એક યુનિવર્સિટી ટોઇલેટ નો ઉપયોગ કરવા માટે પૈસા આપી રહી છે. જો કે, આ નાણાં ડિજિટલ મનીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. આ ટોઇલેટ ઉલસન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (યુએનઆઈએસટી) માં છે.
યુએનઆઇએસટી એ દક્ષિણ કોરિયાની 4 જાહેર યુનિવર્સિટીઓમાંથી એક છે જે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સંશોધન માટે છે. ખરેખર આ ટોઇલેટ યુનિવર્સિટીની લેબ સાથે જોડાયેલું છે જે આ માનવ વેસ્ટથી બાયોગેસ અને ખાતર બનાવે છે.
આ ટોઇલેટ યુનિઆઈએસટીના એન્જિનિયરિંગના પ્રોફેસર પ્રોફેસર ચો જાએ-વેન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું નામ બીવી રાખવામાં આવ્યું છે. આ આ ટોઇલેટનો ઉપયોગનો ઉપયોગ કરવા પર, ડિજિટલ પૈસા મળે છે જેનું નામ Ggool છે.
At this South Korean university, students using the eco-friendly BeeVi toilet can earn digital currency that can be used to buy coffee, fruits or books on campus https://t.co/TVqs2cw0zb pic.twitter.com/D6RG3R0eO9
— Reuters (@Reuters) July 9, 2021
વપરાશકર્તાઓ દરરોજ 10 જીગૂલ કમાવી શકે છે અને આ ડિજિટલ પૈસાનો ઉપયોગ કેમ્પસમાં કોફી, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ફળો અને પુસ્તકો વગેરે ખરીદવા માટે કરી શકે છે.
યુનિવર્સિટીમાંથી આ વેસ્ટ ભૂગર્ભ ટાંકીમાં દબાણ કરવા વેક્યૂમ પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. સુક્ષ્મસજીવો પછી મળને મિથેનમાં તોડી નાખે છે અને તેને ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરે છે.
આ પ્રક્રિયામાંથી કાઢવામાં આવતી ઉર્જાનો ઉપયોગ યુનિવર્સિટીના મકાનમાં વીજળી બનાવવા અને ગેસ સ્ટોવ ચલાવવામાં અને ગરમ પાણીના બોઇલરો માટે થાય છે.