ટોના અલગ હોય છે ટોટકા થી જાણો કેવી રીતે..

મોટાભાગે લોકો ટોના અને ટોટકા ને એક સમજતા હોય છે, જયારે એ બંને માં ઘણો ફર્ક હોય છે. ચાલો જાણીએ બંને વચ્ચેનું અંતર.

ટોના અને ટોટકા વચ્ચેનો ભ્રમ અને સત્ય તેમજ વાસ્તવિકતાનું અંતરની વાત કરીએ તો આજે પણ લોકો આ બંનેના રૂપોની વાસ્તવિકતા થી અનભિજ્ઞ છે અને જાણતા અજાણતા આ બંને ને એક જ વાત સમજે છે. વાસ્તવમાં ટોના અને ટોટકા વચ્ચેનું પહેલું અંતર છે ટોના ફક્ત ખરાબ કરવા માટેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે અને ટોટકા કોઈ સારા કામને સાધક કરવા માટે કરવામાં આવે છે. એટલેકે ટોના સાધ્યને પામવા માટેની ખોટી રીત છે અને ટોટકા સાધ્ય ને પામવા માટેની પવિત્ર રીત છે.

ટોનાનું મુખ્ય લક્ષ શત્રુ હાની છે જે જે કોઈ પણ દુશ્મન માટે અજમાવામાં આવે છે. એટલે કે એક એવો સંકલ્પ કે જે બીજાને નુકશાન પહોચાડવાની ભાવનાથી કરવામાં આવે અને તેના માટે કેટલીક પૂર્વ નિશ્ચિત રીતો અપનાવામાં આવે છે. જેથી કરીને ભૌતિક અને આધ્યાત્મિક રીતથી વ્યક્તિને નુકશાન પહોચાડી શકાય. જયારે ટોટકા માં પોતાના હિત હોય છે અને બીજા કોઈનું નુકશાન પણ નથી હોતું. અહી બીજા માટે ખરાબ નથી વિચારવામાં આવતું ફક્ત પોતાનું સારું વિચારવામાં આવે છે. પોતાના માટે સારું વિચારતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે આપણા લીધે બીજા કોઈને નુકશાન ના પહોચે. જયારે ટોના કરવામાં જ એટલા માટે આવે છે કે બીજા લોકોને નુકશાન થાય તેમણે હાની અને નુકશાન આપવામાં આવે.


ટોટકા નું મુખ્ય લક્ષ સંકલ્પ સાથે નિર્ધારિત શાસ્ત્રીય વિધિ છે, જેને સાચી રીતથી પૂરું કર્યા સિવાય પરિણામ પ્રાપ્ત નથી થતું. ધ્યાન રહે કે ટોનાની કોઈ પૂર્વ નિર્ધારિત શાસ્ત્રીય વિધિ નથી હોતી. તેથી મોટાભાગે તે મનગડત અને છલ ફેલાવનારની મરજી મર આધાર રાખે છે. કે તેને કેવી રીતે પ્રચારિત કરવું. જયારે ટોટકા વધારે મામલામાં પૂરી રીતે વિધિ વિધાનથી આધારિત હોય છે. તેના કામ કરવાની ગેરેંટી ત્યારે જ માનવામાં આવે છે કે જયારે વિશુદ્ધ રીતે ઉલ્લિખિત વિધાનનું પાલન કરવામાં આવે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer