ટોપ 5 સીરીયલ ટ્વીસ્ટ: જન્માષ્ટમી પર અનુજનો બર્થડે મનાવશે અનુપમા, બન્ની નું જીવન નરક બનાવશે યુવાન…

ટોપ 5 ટીવી સિરિયલમાં લેટેસ્ટ ટીવી ટ્વિસ્ટ જોવા મળશે.આ અઠવાડિયે પણ ટીઆરપીમાં આગળ આવવા માટે શો વચ્ચે સ્પર્ધા છે. દરેક શો રેટિંગ્સમાં આગળ આવા માંગે છે. આ જ કારણ છે કે આ અઠવાડિયે પણ ટોપ 5 શોની સ્ટોરીમાં ખુબજ ટ્વિસ્ટ આવવાનો છે.

અનુપમા સિરિયલમાં જન્માષ્ટમીના દિવસે ઘરમાં ખૂબ જ મોટો હંગામો જોવા મળશે. બીજી બાજુ બન્નીની મુહ દિખાઈની રસમ પણ ખરાબ થઈ જશે. ઇમલી અને યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માં પણ સ્ટોરીમાં નવા ટ્વિસ્ટ જોવા મળવાના છે. બોલીવુડની આ ટોપ ફાઈવ સિરીયલોમાં આગળ શું આવશે તે વિશે આજે અમે તમને જણાવીશું..

1 અનુપમા

સ્ટારપ્લસનો ધમાકેદાર શૉ અનુપમાંમાં આપણને આગળના એપિસોડમાં જોવા મળશે કે બરખા અને અધિક અનુપમા વિરુદ્ધ એક નવી જ ચાલ રમશે.આવનાર દિવસોમાં જોવા મળશે કે અનુપમા આ બંનેને ઘરની બહાર કાઢી મુકશે. બીજી બાજુ અનુજ કોમા માંથી બહાર આવશે. કોમા માંથી બહાર આવ્યા બાદ અનુજ પથારીવશ થઈ જશે.જેથી અનુપમા અનુજનો આખો બિઝનેસ સંભાળશે..

2 ઇમલી

સીરીયલ ઇમાલીમાં આગળના એપિસોડમાં આપણને જોવા મળશે કે ઇમલીને ખબર પડી જશે કે આર્યનને પામવા માટે માલિની ચાલ રમે છે. આથી ઇમલી પગદંડિયા જવા માટે ના પાડી દેશે. આ બધાની વચ્ચે માલીની ઈમલીને બસની ટિકિટ આપી દેશે. માનેલી નહિ લક્ષી કે ટીમલી આ વખતે પણ ઇમલી જતી રહેશે પરંતુ આ વખતે એવું થશે નહીં. ભાસ્કર ટાઈમ્સને બચાવવા માટે ઇમલી તેનો નિર્ણય બદલી નાખશે..

3 ગુમ હૈ કિસીકે પ્યાર મેં

નીલ ભટ્ટની પ્રખ્યાત સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં માં લાંબો લિપ જોવા મળવાનો છે. લિપ આવ્યા પેહલા સાઈને ખબર પડી જશે કે તે પ્રેગનેંટ છે. સાઈ વિનાયકને ગુમાવી દે છે. વિરાટને લાગશે કે સાઈનું એક્સીડંટમાં મૃત્યુ થઈ ગયું છે.બાદમાં વિરાટ પાંખી સાથે લગન કરી લેશે જેથી વિનાયકને માં અને પિતા એમ બન્નેનો પ્રેમ મળી શકે.

4 બન્ની ચાવ હોમ ડિલિવરી

પ્રવિષ્ઠા મિશ્રા અને ઉલકા ગુપ્તાની સિરિયલ બન્ની ચાવ હોમ ડિલિવરીમાં બન્નીના મુહ દિખાઈની વિધિમાં ઘણો હંગામો થવાનો છે. માનિની ​​બન્નીને વંદનાની સાડી ગિફ્ટ કરશે. બન્ની એ જ સાડી પહેરીને સમારોહમાં પહોંચશે. પોતાના માતાની સાડી જોઈને યુવાન ગુસ્સે થઈ જશે.યુવાનને એ વાત ગમશે નહીં કે કોઈ તેની માતાના સામાનને અડકે. જેના કારણે ફરી એકવાર યુવકના ઘરમાં હંગામો મચી જશે.

5 યે રિશ્તા ક્યાં ક્યા કહેલાતા હૈ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એકસીડન્ટ પછી અભિમન્યુ સર્જરી કરાવવા માંગતો નથી. આથી કુણાલ અને અક્ષરા બંને મળીને અભિમન્યુને મનાવવાની કોશિશ કરશે. બીજી બાજુ મહિમાનો બધો જ ગુસ્સો અક્ષરા ઉપર નીકળવાનો છે. મહિમા કહે છે કે અક્ષરાના ભાઈ કાયરવએ જ તેની દીકરી અનીશાને ધોકો આપ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer