તુલસી અને શાલિગ્રામના લગ્ન તુલસીજીની આકરી તપસ્યાના ફળ સ્વરૂપે કરવામાં આવે છે, જાણો

આજે જ તુલસી વિવાહ છે. આજે ઘણી જગ્યા પર તુલસી વિવાહ ની પરંપરા ચાલી રહી હશે. અસુર શંખચુડની પત્ની તુલસીજી હતાં, શિવજીએ વિષ્ણુજીની મદદથી શંખચૂડનો વધ કર્યો હતો, તુલસીજીએ વિષ્ણુજીને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો.

આજે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસ તિથિ છે, તેને દેવઉઠની અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે તુલસીજીની પૂજા કરવાનું મહત્ત્વ છે. તુલસીજીના લગ્ન શાલિગ્રામજી સાથે કરવામાં આવે છે. નેપાળમાં વહેતી ગંડકી નદી પણ તુલસીજીનું જ એક સ્વરૂપ છે. આ વિશે શાસ્ત્રોમાં કથા પણ ઉલ્લેખવામાં આવી છે. અમે તમને જણાવીશું  ગંડકી નદી સાથે જોડાયેલી અમ્ય્ક ખાસ વાતો…

અસુર શંખચૂડની પત્ની તુલસીજી

શિવપુરાણ પ્રમાણે દૈત્યોના રાજા અસુર શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. શંખચૂડના કારણે બધા દેવતાઓ માટે પરેશાનીઓ વધી ગઇ હતી. જ્યાં સુધી તેની પત્ની તુલસીનું પતિવ્રત ભંગ ના થાય, ત્યાં સુધી બધા દેવતા મળીને પણ શંખચૂડનો વધ કરી શકતાં નહોતાં. જ્યારે શંખચૂડનો અત્યાચાર વધવા લાગ્યો ત્યારે બધા દેવતા અને ઋષિ ભગવાન શિવ પાસે પહોંચ્યાં હતાં. શિવજીની મદદ માટે ભગવાન વિષ્ણુજીએ છળથી તુલસીજીનું પતિવ્રત ભંગ કરી દીધું હતું અને શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો હતો. જ્યારે આ વાત તુલસીજીને જાણ થઇ ત્યારે તેમણે ભગવાન વિષ્ણુજીને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. વિષ્ણુજીએ તુલસીજીનો શ્રાપ સ્વીકાર કર્યો અને કહ્યું કે હવેથી ગંડકી નદી અને તુલસીના છોડ તરીકે તમારી પૂજા થશે. મારી પૂજામાં પણ તુલસીના પાન રાખવા જરૂરી હશે.

ગંડકી નદીમાં મળે છે શાલિગ્રામ

નેપાળમાં વહેતી ગંડકી નદીમાં એક વિશેષ પ્રકારના કાળા પત્થર મળી આવે છે, જેના પર ચદ્ર, ગદા વગેરે નિશાન હોય છે. આ પત્થર ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને શાલિગ્રામ કહેવામાં આવે છે. શિવપુરાણમાં ભગવાન વિષ્ણુએ જાતે જ ગંડકી નદીમાં તેમનો વાસ બતાવ્યો હતો અને કહ્યું હતું કે, ગંડકી નદીના તટ પર મારો વાસ રહેશે. નદીમાં રહેતાં કરોડો કીડા તેમના તીષ્ણ દાંત વડે આ પત્થરો ઉપર મારા ચક્રનું નિશાન બનાવશે. આ કારણે જ આ પત્થરને મારું સ્વરૂપ માનીને પૂજવામાં આવશે.

શાલિગ્રામ અને તુલસી વિવાહ

વિષ્ણુજી અને તુલસી સાથે જોડાયેલી એક અન્ય માન્યતા પ્રચલિત છે. આ માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં તુલસીએ ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપમાં મેળવવા માટે અનેક વર્ષો સુધી તપસ્યા કરી હતી, તેના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુજીએ તેમની સાથે લગ્ન કરવાનું વરદાન આપ્યું હતું. જેને દેવપ્રબોધિની એકાદશીના દિવસે આ વરદાન પૂર્ણ કરવામાં આવે છે. દેવપ્રબોધિની એકાદશીએ શાલિગ્રામ અને તુલસીના છોડના લગ્ન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer