હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે, દરેક હિંદુ પરિવારના ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવેલો હોય છે. ભગવાનની પૂજા ઉપરાંત દરરોજ તુલસી પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કારતક મહિનાની દેવઉઠની અગિયારસના દિવસે તુલસી વિવાહ ઉત્સવ માનવામાં આવે છે. ચાર મહિનાની નિંદર પછી ભગવાન વિષ્ણુ કાર્તિક મહિનાની એકાદશીના દિવસે જાગે છે અને તેણી ખુશીમાં દરેક દેવી દેવતા દિવાળી મનાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય તુલસીના લગ્ન પણ શાલીગ્રામ સાથે થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખુબજ પ્રિય હોય છે. તુલસીનું એક નામ વૃંદા પણ છે. ચાલો જાણીએ વૃંદા માંથી તુલસી બનવાની વાર્તા.
પૌરાણિક માન્યતા મુજબ રાક્ષસ કુળમાં એક કન્યાનો જન્મ થયો હતો તેનું નામ વૃંદા હતું, તે નાનપણથી જ ભગવાન વિષ્ણુની ભક્તિ અને સાધના કરતી હતી. જ્યારેતે ઉમર લાયક થઇ ત્યારે તેમના માતા પિતાએ તેના લગ્ન સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થયેલ જલંધરનામના રાક્ષસ સાથે કરાવી દીધા. વૃંદા ભગવાન વિષ્ણુની ભક્ત હતી અને સાથે એક પવિત્ર સ્ત્રી પણ હતી અને તેથી જ તેનો પતિ જલંધર સમય જતા વધારે શક્તિશાળી બની ગયો. દરેક દેવી દેવતા તેના કહેરથી દરવા લાગ્યા.
જલંધર જયારે પણ યુદ્ધ પર જતા ત્યારે વૃંદા પૂજા કરવા બેસી જતી. વૃંદાની વિષ્ણુ ભક્તિના કારણે જલંધરને કોઈ પણ યુદ્ધ માં હરાવી ના શકતું. એકવાર જલંધર દેવતાઓ સામે લડાઈ કરી અને કોઈ પણ દેવતા તેને હરાવી ના શક્યા. ત્યારે નિરાશ થઇ ને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને જલંધેના આતંક ને ખતમ કરવાનો ઉપાય વિશે વિચારવા લાગ્યા.
ભગવાન વિષ્ણુએ છળ કર્યું:
ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું અને છળથી વૃંદાના પતિવ્રતા ધર્મનો
નાશ કર્યો. તેનાથી જલંધરની શક્તિ ઓછી થઇ ગઈ અને તે ઉધ્ધમાં મૃત્યુ પામ્યો. જયારે
વૃંદાને આ છળ વિશે જાણ થઇ ત્યારે તેણે ભગવાનને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો.
ભગવાનને પથ્થર થતા જોઈ દેવી દેવતાઓ માં હાહાકાર થઇ ગયો, પછી માતા લક્ષ્મીએ વૃંદને
પ્રાર્થના કરી ત્યારે વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો અને પોતે જલંધર ની સાથે સતી
થઇ ગઈ. જયારે તે જલંધરની સાથે સતી થઇ ગઈ, તો તેના શરીરની રાખ માંથી તુલસીનો છોડ
નીકળ્યો. અને આ છોડને ભગવાન વિષ્ણુએ તુલસી નામ આપ્યું અને પોતાના એક રૂપને પથ્થરમાં
સમાવીને કહ્યું કે તુલસી વિના હું કોઈ પણ પ્રસાદ સ્વીકારીશ નહિ. અને એ પથ્થરને
શાલીગ્રામના નામથી તુલસીજીની સાથે જ પૂજવામાં આવે છે. અને ત્યારથી જ કારતક
મહિનામાં તુલસીજીની સાથે શાલીગ્રમના લગ્ન કરવામાં આવે છે.