લગભગ બધા હિંદુ ઘરોમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના છોડને શાસ્ત્રોમાં દેવીનું રૂપ માનવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવવાથી તેમજ એની પૂજા-અર્ચના કરવાની પરંપરા પહેલાના સમયથી ચાલી આવી રહી છે.
ઘરમાં તુલસીનો છોડ હોવાથી ઘરેથી નકારાત્મક ઉર્જા દુર થાય છે, તુલસી માટે માનવામાં આવે છે કે તુલસીને ભગવાન શિવને ચઢાવવું ન જોઈએ.
ભગવાન શિવ એ અસુર શંખચુડનું વધ કર્યું હતુ એ કારણેથી ગુસ્સે થઈને તુલસીએ આ નિયમ લીધો હતો કે એનો પ્રયોગ શિવજીની પૂજામાં ક્યારેય કરવામાં નહિ આવે.
શિવજી પર તુલસીના ગુસ્સાના કારણે જ તેને એ શ્રાપ આપેલો કે એ ક્યારેય પણ શિવ પૂજામાં શામેલ નહિ થાય. અને આજે પણ ક્યારેય શિવ પૂજામાં તુલસીની હાજરી નથી જોવા મળતી.
તુલસી માટે માનવામાં આવે છે કે એકાદશી, રવિવાર, સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસીના પાંદ તોડવા ન જોઈએ. એની સાથે જ વગર કોઈ કારણ સર તુલસીના પાંદડા તોડવા ન જોઈએ.
અનાવશ્યક રૂપથી તુલસીના પાંદડા તોડવા, એ તુલસીને નષ્ટ કરવાની સમાન માનવામાં આવે છે. અને આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ. તેથી તુલસીના છોડની ઈજ્જત કરવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ.
શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે રોજ તુલસી નું પૂજન કરવું જોઈએ તેમજ સાંજના સમયે તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવવો જોઈએ.
શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે તુલસી ક્યારેય પણ અપવિત્ર ન હોય. પૂજામાં ઉપયોગ કર્યા પછી પણ એને આગળના દિવસે સાફ પાણથી ધોઈને ફરીથી પૂજા માં રાખવામાં આવે છે.
જો તુલસીનો છોડ સુકાય જાય છે તો એને કોઈ પવિત્ર નદી, તળાવ અથવા કુવામાં પ્રવાહિત કરવું જોઈએ. તુલસીનો સુકાયેલો છોડ ઘરમાં રાખવાથી અશુભ માનવામાં આવે છે.