તુલસી આગળ દીવો કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવાથી ઘરમાં આવે છે સુખ સમૃદ્ધિ..

હિન્દુ સંસ્કૃતિ ની અંદર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. મોટાભાગના હિંદુ ઘરોની અંદર તુલસીના છોડને રાખવામાં આવે છે. અને ઘરની સ્ત્રીઓ સવાર-સાંજ તુલસીજીના ક્યારે દીપક પ્રજ્વલિત કરતી હોય છે કહેવાય છે.

કે જો સાંજના સમયે તુલસીના ક્યારે દીપક પ્રજ્વલિત કરવામાં આવે તો તેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરની દરિદ્રતા દૂર થાય છે. ઘણા લોકો તુલસીના ક્યારે દીપક કરતી વખતે દીપકને સૌ પ્રથમ કોઈ વસ્તુ ઉપર રાખતા હોય છે.

પરંતુ શાસ્ત્રો ની અંદર બતાવવામાં આવ્યું છે કે દીપક ને ક્યારેય કોઈ પણ વસ્તુ ઉપર ન રાખવો જોઈએ. તુલસીજીના ક્યારે દીપક કરતી વખતે દીપકને સીધો જ તુલસી જે માટી ની અંદર ઊભેલા છે. તે માટીમાં જ રાખવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઘર ઉપર બને છે.

કહેવાય છે કે માતા લક્ષ્મીને ચોખા ખૂબ જ પ્રિય છે અને આથી જ જો તમે માટીમાં સીધા જ દીપકને ન રાખી શકતા. તો ચોખા દ્વારા બનાવેલા આસન ઉપર પૂનમના દિવસે દિપક રાખવો જોઈએ. આમ કરવાથી પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે.

દીપક ની નીચે ચોખાનું આસન રાખવાથી માતા લક્ષ્મી તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે. કહેવાય છે કે ચોખા સૌથી પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને આથી જ દીપક ના આસન માટે તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો.

હિન્દુ ધર્મની અંદર દીપકને દેવ રૂપ માનવામાં આવે છે અને આથી જ તુલસી ના છોડ ની નીચે દીપક પ્રગટાવતી વખતે હંમેશાં એ માટે ચોખાના આસનનો ઉપયોગ કરવો જોઈએ.

અને જો આવું શક્ય ન હોય તો આ દીપકને માટી ની અંદર સીધો જ રાખવો જોઈએ. કેમકે જો દીપક ને કોઈ અન્ય જગ્યાએ આસન ઉપર રાખવામાં આવે તો તેને શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer