ઉજ્જૈન માં વિરાજિત છે અષ્ટ ભૈરવ, જાણો શું છે ભૈરવ નું મૂળ સ્થાન, કેવી રીતે કરે છે મૃત્યુતુલ્ય કષ્ટ ને સમાપ્ત

અગહન મહિના ની કૃષ્ણ પક્ષ ની આઠમ ભૈરવ જયંતી ના નામ થી ઓળખવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રી માં ભૈરવજી ના જન્મ ની માન્યતા છે. મહાકાલ ની નગરી માં ભૈરવ પૂજા ની વિશેષ માન્યતા છે. જો આ ભૈરવજી ની સાચા મન થી પૂજા નથી કરતા તો ભૈરવ નારાજ થઇ જાય છે અને કોઈ પણ મનોકામના પૂરી કરતા નથી.

આ તહેવાર પર ઉજ્જૈન ની અષ્ટભૈરવ યાત્રા નું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ ના અવંતી ખંડ ની અંતર્ગત ઉજ્જૈન માં અષ્ટ મહાભૈરવ નો ઉલ્લેખ મળે છે. ભૈરવ જયંતી પર અષ્ટ મહાભૈરવ ની યાત્રા તથા દર્શન પૂજા થી મનોવાંછીત ફળ ની પ્રાપ્તિ તથા ભય થી મુક્તિ મળે છે. ભૈરવ તંત્ર નું કઠન છે કે જો ભય થી મુક્તિ અપાવે તે ભૈરવ છે.

શું છે ભૈરવ નું મૂળ સ્થાન : સ્મશાન તથા એની આસપાસ નું એકાંત જંગલ જ ભૈરવ નું મૂળ સ્થાન છે.સંપૂર્ણ ભારત માં માત્ર ઉજ્જૈન જ એક એવું સ્થળ છે, જ્યાં ઓખલેશ્વર તથા ચક્રતીર્થ સ્મશાન છે. અષ્ટ મહાભૈરવ એ જ સ્થાનો પર વિરાજમાન છે.

ઉજ્જૈન માં વિરાજિત છે અષ્ટ ભૈરવ : સ્કંદ પુરાણ ની માન્યતા અનુસાર ઉજ્જૈન માં અષ્ટ ભૈરવ ઘણા સ્થાનો પર વિરાજમાન છે. જાણો ક્યાં ક્યાં છે એનું સ્થાન:

ભૈરવગઢ માં કાલ ભૈરવ,

દંડપાણી ભૈરવ

રામઘાટ પર આનંદ ભૈરવ

ઓખલેશ્વર સ્મશાન માં વિક્રાંત ભૈરવ,

ચક્રતીર્થ સ્મશાન માં બમ-બટુક ભરીવ,

ગઢકાલિકા ની બાજુમાં કાળા-ગૌરા ભૈરવ મંદિર,

કાલિદાસ ઉદ્યાન માં ચક્રપાણી ભૈરવ,

સિંહપૂરી માં આતાલ પાતાલ.

ભૈરવ સાધના થી પીડા મુક્તિ :

શનિ, રાહુ કેતુ તથા મંગલ ગ્રહ થી જે વ્યક્તિ પીડિત છે એને ભૈરવ ની સાધના જરૂર કરવી જોઈએ. જો જન્મકુંડળી માં મારકેશ ગ્રહો ના રૂપ માં જો ઉપર ના ચારેય ગ્રહો માં થી કોઈ એક નો પણ પ્રભાવ જોવા મળે છે તો ભૈરવજી ની પંચોપચાર પૂજા જરૂર કરવી જોઈએ. ભૈરવ ના જાપ, પઠનાત્મક તેમજ હવનાત્મક અનુષ્ઠાન મૃત્યુતુલ્ય કષ્ટ ને સમાપ્ત કરી દે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer