કોઈ વ્રત કે ઉપવાસ છોડતા પહેલા રાખવું જોઈએ આ ખાસ બાબતોનું ધ્યાન, નહીતર પડી શકે છે તકલીફ 

વ્રત ઉપવાસ કરવાની દરેક લોકોની પોત પોતાની અલગ અલગ રીત હોય છે. કોઈ પણ નિરાહાર નિર્જળ વ્રત કરે છે, તો કોઈ એક સમય ભોજન કરીને વ્રત કરે છે. વ્રત કોઈ પણ હોય, પરંતુ તેને સમાપ્ત કરતી વખતે ભોજન કરવામાં આવે છે ત્યારે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ પરેશાની ન થાય. તો ચાલો જોઈએ વ્રત ખોલતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો..

૧. વ્રત ખોલતી વખતે એક સાથે જાજુ ભોજન કરવાથી બચવું જોઈએ, કલાકો સુધી ખાલી પેટ રહ્યા પછી એકદમ જ પેટ ભરીને ભોજન ન કરવું જોઈએ. તેનાથી પેટનો દુખાવો થઇ શકે છે અને પાચન માં પણ તકલીફ થઇ શકે છે.

૨. લાંબા સમય સુધી ખાલી પેટ રહ્યા હોઈએ ત્યારે સૌ પ્રથમ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી પેટમાં ઠંડક પહોચે. અને પછી પાછળથી થતી પાચનને લગતી સમસ્યાથી બચી શકાય.  ૩. તમે ઈચ્છો તો લીંબુ પાણી, લસ્સી, નારિયેળ પાણી, અથવા મોસંબી નું જ્યુસ પણ પી શકાય છે. તેનાથી આપણને ઉર્જા મહેસુસ થાય છે. અને એ આપણા પાચન તંત્ર ની કાર્ય પ્રણાલીને પણ મજબુત કરવામાં મદદ કરે છે.

૪. વ્રત કર્યા પછી પ્રોટીનથી ભરપુર આહાર લેવાનો પ્રયાસ કરવો જોઈએ. શરીરમાં ઉર્જાની પૂર્તિ કરવામાં મદદ થાય છે. તેનાથી થોડા સમય રહીને પનીર વાળું ભોજન અથવા અંકુરિત આહાર લઇ શકાય છે.  

૫. ઉપવાસ કાર્ય પછી તેલ મસાલા વાળા ભોજન થી દુર રહેવું જોઈએ. મીઠાઈ અને તળેલી વસ્તુઓ ઉપવાસ ખોલતા સમયે ન ખાવી જોઈએ. જેનાથી આપણા પાચન તંત્ર પર વધારે પ્રભાવ ન પડે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે.  

૬. જો તમે ઈચ્છો તો મિક્સ  કરેલા લોટની રોટલી બનાવી ખાઈ શકો છો. શાકભાજી માં દુધી, ટામેટા, ભીંડો, ડાળ તેમજ દહીં જેવા પાચક અને હેલ્દી વસ્તુઓ લઇ શકાય છે. આખા દિવસના ઉપવાસ બાદ તમારું પાચન તંત્ર આ વસ્તુઓને આસાનીથી પચાવી શકે છે.

૭. તમે ઈચ્છો તો દહીં ની સાથે ફળોનું સેવન પણ કરી શકાય છે. તે ઉપરાંત ફ્રુટ ચાટ પણ એક ખુબજ સારો વિકલ્પ છે. જે આપણા પેટ માટે  ખુબજ સારું છે, તેનાથી પેટ ભરાઈ જાય છે અને શરીરને પુરતી ઉર્જા પણ મળી રહે છે.

૮. મિક્સ કરેલા લોટ માંથી ઉપમા બનાવવા એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ સારો આહાર માનવામાં આવે છે. આ પોષ્ટિક પણ છે અને પાચક પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે વ્રત પછી જે પણ ખોરાક લઈએ તે એકદમ ઓછી માત્રામાં લેવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer