એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત ના કારણે ‘અનુપમા’ શો નો ભાગ ન બની શકી ઉર્ફી જાવેદ, કહ્યું- તેણે મને હટાવવા માટે…….

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ દર્શકોમાં લોકપ્રિય શો બની રહ્યો છે. આ શો ટીઆરપી લિસ્ટમાં પણ નંબર વન પર છે. એવામાં બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેને શોનો ભાગ બનવું હતું.

જો કે, તેણીના એક્સ બોયફ્રેન્ડ અને શોમાં સમરની ભૂમિકા ભજવતા પારસ કલનાવતના કારણે તે શોનો ભાગ બની શકી ન હતી. એક વાતચીત દરમિયાન ઉર્ફી જાવેદે કહ્યું કે જ્યારે પણ તેની સાથે કામ કરવાની સંભાવના હતી, ત્યારે પારસ ક્રિએટિવ ટીમ સાથે વાત કરતો હતો અને તેને શોમાંથી હટાવી દેતો હતો.

અભિનેત્રીએ કહ્યું, ‘અમે બંને સાથે શોમાં કામ કરવાના હતા. મને લાગે છે કે તે શો ‘અનુપમા’ હતો. ઉર્ફીએ આગળ કહ્યું કે પારસે ક્રિએટિવ ડિરેક્ટર અને ટીમને મને શોમાં ન લેવા વિનંતી કરી હતી. જ્યારે પણ મારા શોમાં આવવાની સહેજ પણ સંભાવના હતી.

તે ટીમને મને કાસ્ટ ન કરવા કહેતો હતો. સ્વાભાવિક છે કે તેની ગર્લફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડને આ ગમશે નહીં. પોતાના બ્રેકઅપ વિશે વાત કરતા ઉર્ફી જાવેદે કહ્યું કે પારસ ખૂબ જ પસેસીવ હતા. ઉર્ફી જાવેદ પારસને ડેટ કર્યાના એક મહિનાની અંદર અલગ થવા માંગતી હતી.

ઉર્ફી પારસને ‘બાળક’ કહે છે અને કહે છે કે તે તેને વધુ સહન કરી શકતી નહોતી. તેથી ઉર્ફીએ અલગ થવાનું નક્કી કર્યું. ઉર્ફી જાવેદ બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા કરણ જોહરના શો ‘બિગ બોસ ઓટીટી’માં જોવા મળી હતી. આ શોથી તેને ચાહકોમાં એક અલગ ઓળખ મળી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer