કોરોના વેક્સિનનો લેવો પડશે વધુ એક ડોઝ, ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે અપાશે, કોને અને ક્યારે મળશે? જાણી લો કિંમત….

ગુજરાતને કોરોનાથી સંપૂર્ણ સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર હવે સતર્ક થઈ ગઈ છે અને દિવાળી પછી રાજ્યના વૃધ્ધો, હેલ્થ વર્કર્સ અને એકથી વધુ બીમારી ધરાવનારને કોરોનાની વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવા ની તૈયારીઓ કરી રહી છે,

આ ડોઝ ફ્રી માં આપવો કે ચાર્જ લઈને તે અંગે કેન્દ્રની સૂચના અનુસાર નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત 12થી 18ની વય જૂથના વિદ્યાર્થીઓનું દિવાળીના વેકેશન બાદ સ્કૂલમાં જ વેક્સિનેશન કરવામાં આવે એવી પણ સમભાવના છે.

દેશમાં એક તરફ કોરોનાના પ્રથમ ડોઝનું વેક્સિનેશન 100 કરોડથી પણ વધુનો આંકડો વટાવી ગયું છે, તો આવા સમયે હવે ત્રીજો ડોઝ કે જેને બૂસ્ટર ડોઝ તરીકે ઓળખવામાં આવે છે. તે આપવા અંગે પણ કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

એટલું જ નહીં પણ તેનો પ્રારંભ ગુજરાતથી થાય તેવી સંભાવના છે, આ અંગે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પણ પ્રાથમિક ધોરણ પર તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં હાલ વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને બીજા ડોઝ માટે સરકાર કામગીરી કરી રહી છે,

તેની સાથોસાથ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર કે નવો વેરિયન્ટ તબાહી મચાવે તે પહેલાં અગમચેતી સ્વરૂપે વેક્સિના બે ડોઝ જેઓએ લઈ લીધા હોય તેવા વયસ્ક નાગરિકો, હેલ્થ વર્કર્સ તથા જેઓ અન્ય રોગોથી પીડાય છે,

તેઓને ભવિષ્યની આ પ્રકારની મહામારી સામે લડવા બૂસ્ટર ડોઝ આપવાની યોજનાઓ શરૂ થઈ ગઈ છે. જો કેન્દ્ર સરકારની મંજુરી મળે તો દિવાળી પછી બૂસ્ટર ડોઝની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer