ભારત દેશ હિંદુ પારંપરિક માન્યતાઓ વાળો દેશ છે અને અહી ઘણા બધા એવા ધાર્મિક વ્રત અને તહેવારો આવે છે જેમાં મહિલાઓ પોતાના પતિ ના આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે આ વ્રત માં ઉપવાસ કરી ભગવાનને પ્રાર્થના કરે છે કે પોતાનું સૌભાગ્ય અખંડ અને સલામત રાખે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં આમતો ઘણા બધા પર્વ અને તહેવાર આવે છે પરંતુ વડ સાવિત્રી નું વ્રત સુહાગણ મહિલાઓ માટે ખુબજ ખાસ માનવામાં આવે છે. તેમજ જેઠ મહિનાની કૃષ્ણ પક્ષ ની અમાસ એટલે વડ સાવિત્રી અમાસ કહેવાય છે.
આ દિવસે સૌભાગ્ય વતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કારવા માટે વડ સાવિત્રી નું વ્રત તેમજ ઉપવાસ રાખીને વડ ના વૃક્ષ અને યમદેવ ની પૂજા કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિ માં આ વ્રત આદર્શ નારીત્વ નું પ્રતિક માનવામાં આવે છે વડ સાવિત્રી ના વ્રત માં વડ અને સાવિત્રી, બંને નું પણ ખુબજ વિશેષ મહત્વ હોય છે, તેમજ આજે અમે તમને વડ સાવિત્રી ના પર્વ નું મહત્વ વિશે જણાવીશું તો ચાલો જાણીએ.
હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષ ની સામે વડ નું વૃક્ષ એટલે કે બરગદ ના વૃક્ષ નું પણ એટલું જ મહત્વ ધરાવે છે. આ વૃક્ષ ને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા પ્રાચીન પૂરનો અનુસાર વડ વૃક્ષ ના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગ માં ભગવાન શિવ નો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ વૃક્ષ લાંબા સમય સુધી અક્ષત રહે છે.
અને તેથી જ આ વૃક્ષ ને અક્ષય વડ થી પણ ઓળખવામાં આવે છે. જૈન અને બુદ્ધ પણ અક્ષય વડ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. તેમજ જૈન લોકો નું માનવું છે કે તેમના તીર્થકર ભગવાન ઋષભદેવે અક્ષય વડ ની નીચે બેસીને તપસ્યા કરી હતી. તેમજ પ્રયાગ માં આ સ્થાન ને ઋષભદેવ તપસ્થલી અથવા તપોવન ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમજ વડ વૃક્ષ ઘણા દ્રષ્ટિકોણ થી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.