જાણો વડના વૃક્ષનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

વડના વૃક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને દ્રષ્ટિકોણથી તેને મહત્વપૂર્ણ માનવમાં આવે છે. તેના પાંદડાં, ફળ અને છાલ શારીરિક બીમારી દૂર કરવામાં મદદ કરે છે. હિંદુ ધર્મ માં વડ ના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે.

વડના વૃક્ષનું ધાર્મિક મહત્વ : આ વૃક્ષના મૂળ જમીનની અંદર દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે. માનવમાં આવે છે કે તેની છાલમાં ભગવાન વિષ્ણુ, મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં ભગવાન શિવ બિરાજમાન છે. જૈન ધર્મમાં માન્યતા છે કે તીર્થકર ઋષભદેવે અક્ષય વડની નીચે તપસ્યા કરી હતી. આ સ્થળ પ્રયાગમાં ઋષભદેવ તપસ્થળ નામથી ઓળખાય છે.

ઉપચારમાં મદદ કરે છે : આ વૃક્ષના પાંદડાં એક કલાકમાં 5 મીલી લીટર ઓક્સિજન છોડે છે. આ વૃક્ષ દિવસમાં 20 કલાકથી વધારે સમય ઓક્સિજન આપે છે. તેના પાંદમાંથી નિકળતું દૂધનું ઈજા, દુખાવા અને સોજા ઉપર બે ત્રણ દિવસ માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. વાગ્યું હોય તેના પર હળદર સાથે આ વૃક્ષનું દૂધ મિક્સ કરી લગાવી દેવાથી ઘાવ ઝડપથી રુઝાઈ જાય છે

Leave a reply:

Your email address will not be published.

Site Footer