શું તમને ખબર છે કે વડાપ્રધાન ને જે પગાર આવે છે તેનું તે શું કરે છે,કારણ કે તેમનો તમામ ખર્ચો સરકાર તરફથી મળતો હોય છે. તેમને ખાવા, આવવા અને જવા ની બધી વસ્તુ નો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે તો પછી તે પૈસાનું શું કરે છે? તો ચાલો અમે તમને જણાવી દઈએ એના પગાર વિશે અને તે તેનું શું કરે છે એના વિષે.
આ પગાર શિવાય વડા પ્રધાનને રાજધાની દિલ્હીની મધ્યમાં ૭ આરસીઆર નો વૈભવી બંગલો, વાહનોનો મોટરકેડ, તેમનું વ્યક્તિગત જેટ વિમાન અને સ્ટાફનો કાફલો વગેરે જેવી સુવિધા પણ મળે છે.
હવે બધાજ પ્રશ્ન ઊઠે છે કે વડાપ્રધાન મોદીજી તમામ સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે. તેમને રહેવા, ખાવા પીવા, મુસાફરીનો ખર્ચ સરકાર કરે છે તો દર મહિને વડાપ્રધાન મોદીજી તેમનો પગાર કઈ જગ્યા એ ખર્ચ કરે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, મોદીજીનો પગાર વડા પ્રધાન રાહત ભંડોળમાં જમા થાય છે.
તેની અગાઉ ગુજરાતમાં મુખ્યમંત્રી હોવા છતા મોદી તેમના પગારનો મોટો હિસ્સો તેમના મતક્ષેત્રમાં ખર્ચ કરતા હતા.તે સમયે તેમને ૨.૧૦ લાખ રૂપિયા પગાર મળતો હતો. ગુજરાત ના અધિકારીઓ એ જણાવ્યુ છે કે મોદીજી મુખ્યમંત્રી નું પદ છોડ્યુ પછી તેમણે લગભગ 21 લાખ થી પણ વધારે દીકરીઓ ને આપ્યા હતા.
પીએમ મોદીને વાર્ષિક ૧૯.૨ લાખ રૂપિયા મળે છે. એટલે કે મહિનાનો પગાર ૧.૬૦ લાખ રૂપિયા સાથે ઘણા સરકારી ભથ્થા અને અન્ય સેવાઓ આપવામાં આવે છે. ૨૦૧૩ ના આરટીઆઈના જવાબ મુજબ, વડા પ્રધાનનો મૂળ પગાર ૫૦ હજાર, સાંસદ ભથ્થું ૪૫ હજાર, દૈનિક ૨ હજાર (૬૨૦૦૦ રૂપિયા મહિને ) અને ખર્ચ ભથ્થું ૩૦૦૦ રૂપિયા મળે છે.
વડાપ્રધાનને આ પગાર સંચિત ભંડોળમાંથી આપવામાં આવે છે. નિવૃત થયા પછી પણ વડા પ્રધા્નને ઘણી સુવિધાઓ મળે છે વડા પ્રધાનને નિવૃત્તિ લીધા પછી પણ દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા પેન્શન મળે છે. નિવૃત્ત થયા પછી વડા પ્રધાનને દિલ્હીમાં એક બંગલો મળે છે. તેની સાથે પીએ અને એક પટાવાળા પણ આપવામા આવે છે.
નિવૃત્ત થયા પછી પણ વડા પ્રધાન કોઇ પણ ટ્રેનમા નિ: શુલ્કમાં મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત પૂર્વ વડા પ્રધાનને દર વર્ષે ૬ ઘરેલું એક્ઝિક્યુટિવ ક્લાસની એર ટ્રાવેલ ટિકિટ મફતમાં મળે છે.