માતાજીના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય એવું માનવામાં આવે છે. આપણા ગુજરાતમાંથી પણ કેટલાય લોકો દર્શને જતાં હોય છે. પરંતુ દર્શનની સાથે એ જગ્યા વિષે વિસ્તૃત માહિતી હોય ત્યારે દર્શનની સાથે ઇતિહાસ જાણવાનો પણ લાભ મળી શકે છે. આજે અમે તમને મા વૈષ્ણોદેવી ગુફાઓ વિશેની કેટલીક રહસ્યમસ્ય વાતો જણાવવા જઈ રહયા છીએ.
કહેવાય છે કે માતાજીએ આ ગુફામાં નવ મહિના સુધી તપસ્યા કરી હતી. નવ મહિના કોઈ બાળક પણ માતાના ગર્ભમાં રહે છે જેના કારણે આ ગુફાને ગર્ભજૂન ગુફા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ગુફામાંથી નીકળીને જ માતાજીએ ભૈરવનાથનો વધ કર્યો હતો. આ ગુફા વિષે એમ પણ કહેવાય છે કે મંદિરની સ્થાપના કરનાર પંડિત શ્રીધરને બાળ સ્વરૂપમાં પ્રકટ થયેલા માતાજીએ જ આ ગુફા વિષે જણાવ્યું હતું.
આ ગુફાને અર્ધકુંવારી ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાનો આકાર ગર્ભ સમાન છે. આ નાની ગુફામાં મોટા કદની વ્યક્તિ પણ સરળતાથી બહાર નીકળી શકે છે. ભક્તો માને છે કે આ ગુફામાંથી જે પસાર થાય છે તે જીવન મરણના ચક્રમાંથી બહાર નીકળી જાય છે અને તે છતાં પણ તેને બીજું જીવન મળે તો પણ તે સુખી થઈ જાય છે.
માતા વૈષ્ણોદેવીનું જ્યાં સ્થાન છે એ ગુફાના દર્શન જો તમારા કિસ્મતમાં હોય તો જ તમને થશે. આ ગુફામાં વૈષ્ણોદેવી મા કાલી, સરસ્વતી અને લક્ષ્મીના પિંડ રૂપમાં બિરાજમાન છે. અહીંયા પહોંચવા માટે પહેલા પ્રાચીન ગુફાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ભક્તોની વધતી જતી ભીડના કારણે આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે જયારે ભક્તોની સંખ્યા દસ હજારથી ઓછી હોય છે ત્યારે આ માર્ગને ખોલી દેવામાં આવે છે. ત્યારે તમને આ ગુફામાં દર્શનનો લ્હાવો મળી શકે છે.
ભૈરો મંદિરમાં દર્શન કરવાની ભક્તોને વધુ ઈચ્છા હોય છે. કહેવાય છે કે માતાજીએ આ જગ્યા ઉપર જ ભૈરવનો વધ કર્યો હતો. ભૈરવનું શરીર આ જગ્યા ઉપર પડ્યું અને તેનું માથું ઘાટીમાં પડ્યું હતું. તેનું શરીર આજે પણ આ મંદિરમાં હોવાનું ભક્તો માને છે.
જાણો કેવી રીતે થયું માતાજીના મંદિરનું નિર્માણ: કહેવાય છે કે આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના ભક્ત શ્રીઘર દ્વારા થઈ હતી. કહેવાય છે કે શ્રીધરની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેમને દર્શન આપ્યા અને પોતાના અસ્ત્તિવનું પ્રમાણ આપ્યું હતું. એક નાની બાળકીના રૂપમાં માતાજીએ ભક્ત શ્રીધરને દર્શન આપ્યા બાદ શ્રીધર દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.