શ્રી માતા વૈષ્ણો દેવી ના પહેલો પડાવ બાણ ગંગા પર પ્રસિદ્ધ દિવંગત ઉદ્યોગપતિ તથા ટી-સીરીઝ ના માલિક ગુલશન કુમાર દ્વારા ૪૦ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલું લંગર આજે પણ શ્રદ્ધાળુઓ ને મફત માં ભોજન કરાવી રહ્યા છે. અહિયાં દેશભર થી આવવા વાળા દરરોજ હજારો શ્રદ્ધાળુ મફત ભોજન પ્રસાદ ગ્રહણ કરી યાત્રા શરુ કરે છે. સ્વર્ગીય ગુલશન કુમાર ના મૃત્યુ પછી પણ એના પરિવાર ના સભ્યો અહિયાં લંગર નિયમિત રૂપ થી ચલાવી રહ્યા છે. અહિયાં શ્રદ્ધાળુઓ ને શુદ્ધ ઘી થી બનેલું ભોજન આપવામાં આવે છે.કહેવામાં આવે છે કે જયારે અબુ સલેમ એ ગુલશન કુમાર સાથે જયારે દર મહીને ૫ લાખ રૂપિયા આપવા માટે કહ્યું તો ગુલશન કુમાર એ ના પાડીને કહ્યું કે એટલા રૂપિયા આપીને તે વૈષ્ણો દેવી માં ભંડારો કરાવશે.
બચપણ માં ગુલશન કુમાર જ્યુસ ની દુકાન પર એમના પિતા ને મદદ કરવાનું કામ કરતા હતા અને અહિયાથી બિજનેસ માં રસ જાગવા લાગ્યો હતો. જયારે તે ૨૩ વર્ષ ના હતા ત્યારે એમણે પરિવારની મદદ થી એક દુકાન થી શરૂઆત કરી અને રિકાર્ડ્સ અને ઓડિયો કેસેટ વેચવાનું શરુ કર્યું. અહિયાથી આગળ જઈને એમણે નોઇડા માં એમની કંપની ખોલી અને મ્યુઝીક ઇન્ડસ્ટ્રી માં મોટું નામ બની ગયું. ગુલશન કુમાર એ એમના ઓડિયો કેસેટ ના બિજનેસ ને ‘સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રી લીમીટેડ’ નું નામ આપ્યું. જેને ટી-સીરીઝ ના નામ થી ઓળખવામાં આવે છે.
ગુલશન કુમાર ઓરીજનલ ગીતો ને બીજા અવાજો માં રેકોર્ડ કરીને ઓછા ભાવમાં કેસેટ વેચતા હતા. જ્યાં અન્ય કંપનીઓ ની કેસેટ ૨૮ રૂપિયા માં મળતી હતી, ગુલશન કુમાર એને ૧૫ થી ૧૮ રૂપિયામાં કેસેટ વેચતા હતા. આ દમિયાન એમણે ભક્તિ ગીતો ને પણ રેકોર્ડ્સ કરવાનું શરુ કર્યું અને તે ખુદ પણ આ ગીતો ગાતા હતા. ૭૦ ના દશકા માં ગુલશન કુમાર ની કેસેટ્સ ની ડીમાંડ વધતી ગઈ અને તે મ્યુઝીક ઇન્ડસ્ટ્રી ના સફળ બીજનેસમેન માં પ્રખ્યાત થઇ ગયા.
ગુલશન કુમાર ના મૃત્યુ પછી લગભગ ૧૯ વર્ષ ની ઉમર માં એના છોકરા એ ભૂષણ કુમાર એ ટી-સીરીઝ કંપની સંભાળી. ભૂષણ કુમાર સુપર કેસેટ ઇન્ડસ્ટ્રી લીમીટેડ ના ડાયરેકટર છે. આજે ટી-સીરીઝ ભારત ની સૌથી મોટી મ્યુઝીક કંપનીઓ માં પ્રખ્યાત છે. ભૂષણ એ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૫ માં મોડેલ અને બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા સાથે જમ્મુ-કશ્મીર સ્થિત વૈષ્ણોદેવી મંદિર માં વિવાહ કર્યા હતા. બંને ને એક છોકરો રૂહાન પણ છે જેનો જન્મ ૧૧ ઓક્ટોમ્બર ૨૦૧૧ માં થયો હતો. ગુલશન કુમાર ની એક છોકરી તુલસી કુમાર પ્લેબેક સિંગર અને બીજી છોકરી ખુશાલી કુમાર મોડેલ અને ડીઝાઈનર છે.