માતા વૈષ્ણોદેવીનું મંદિર જમ્મૂની નજીક ત્રિકટાની પહાડીઓ પર સ્થિત છે. અહીંથી શ્રદ્ધાળુ વૈષ્ણોદેવીના દરબારમાં જવા માટે ચઢવાનું શરૂ કરે છે. આમ તો વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરમાં જોવા મળે જ છે પરંતુ નવરાત્રીના 9 દિવસ અહીંયાનો રોનક કંઇક અલગ જ હોય છે.
આ મંદિરનું સંચાલન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડથી કરવામાં આવે છે. આ બોર્ડ વર્ષ 1986માં બનાવવામાં આવ્યું, ચઢાવા અને અન્ય સ્ત્રોતથી મંદિરની વાર્ષિક આવક આશરે 500 કરોડ રૂપિયા છે. દાનમાં રોકડ ઉપરાંત શ્રદ્ધાળુ સોના-ચાંદી પણ ભેટમાં ચઢાવે છે. ચઢાવવામાં આવેલી રકમ અને અન્ય મોંઘી વસ્તુઓની સારસંભાળ બધું બોર્ડ તરફથી કરવામાં આવે છે.
બોર્ડની સાઇટ પ્રમાણે ખૂબ જ મહત્વકાંક્ષી પરિયોજનાઓ અને લોકોના હિતથી જોડાયેલ કાર્ય બોર્ડના હાથમાં છે. એમાં સરસ્વતી ધામનું પરિચાલન પણ સામેલ છે. જેનાથી યાત્રીઓને રહેવા માટે અતિરિક્ત નિવાસ સ્થાન ઉપલબ્ધ હશે. ત્રિકુટા ભવન, કટરામાં 800 પલંગની એક ધર્મશાળા છે જે મધ્યમ વર્ગની જરૂરીયાતને ધ્યાનમાં રાખવામાં બનાવવામાં આવી છે.
ગુફાના ભૂ-વૈજ્ઞાનિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે આ પનવિત્ર ગુફાનું આયુષ્ય લગભગ 1 લાખ વર્ષનું છે. ચાર વેંદોમાં પ્રાચીનતમ ઋગ્વેદમાં ત્રિકુટ પર્વતનું સંદર્ભ મળી જાય છે.
એવું પણ માનવામાં આવે છે કે પાંડવોએ સૌથી પહેલા દેવી માતા પ્રત્યે પોતાની ભક્તિ અને શ્રદ્ધાને પ્રકટ કરતાં કૌલ કંડોલી અને ભવનમાં મંદિર બનાવ્યું. જાણો ભારતના બીજા સૌથી ધનવાન મંદિરો વિશે.
મંદિર | રાજ્ય | અંદાજિત આવક (રૂપિયા) |
પદ્મનાભમસ્વામિ | કેરળ | 13,60,99,90,00,000 |
તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર | આંધ્રપ્રદેશ | 75,00,00,000 |
શિરડી સાંઇબાબા | મુંબઇ | 360 કરોડ |
સિદ્ધિવિનાયક | મુંબઇ | 48 કરોડથી 125 કરોડ |
વૈષ્ણોદેવી | જમ્મૂ | 500 કરોડ |
ગોલ્ડન ટેમ્પલ | અમૃતસર | – |
મિનાક્ષી | મદુરાઇ | 6,00,00,000 |
જગન્નાથ | પૂરી | 1.72 કરોડ |
કાશી વિશ્વનાથ | વારાણસી | 4 થી 5 કરોડ |
સોમનાથ મંદિર | ગુજરાત | 33 કરોડ |