ઉદેપુર જિલ્લાના પોલીસે ખૂબ જ મોટા કાર્યને અંજામ આપ્યો છે જેમાં વૈષ્ણોદેવી મંદિરમાં મૂર્તિઓની ચોરી અને તોડફોડના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેઓની પૂછપરછ ચાલુ છે.
23 જુલાઈ ના રોજ વૈષ્ણવદેવી મંદિરના પૂજારીએ મંદિરમાં તોડફોડ અને ચોરીનો કેસ દાખલ કર્યો હતો. આ મંદિરમાં પ્રતિમાને અપવિત્ર કરવાને કારણે ગ્રામજનો અને ધાર્મિક સંગઠનમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જી કેસની ગંભીરતા ને જોઈને એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને આ ટીમે આરોપીઓને પકડી પાડવા માટે ત્રણસો લોકોની પૂછપરછ કરી હતી.
પોલીસ કર્મચારીઓએ છૂપી રીતે માહિતી એકઠી કરી.આના પર કેટલાક પોલીસ કર્મચારીઓ આદિવાસી વિસ્તારનો વેશ ધારણ કરીને દારૂના ઠેકાણાઓ પર પણ ગયા હતા અને શંકાસ્પદ લોકોની ઓળખ કરીને લોકો પાસેથી માહિતી એકઠી કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ખૂબ જ પ્રયાસો કર્યા હતા.. પોલીસને જાણકારી મળી હતી કે આ આરોપીઓ પગપાળા ઉદયપુર જતા હતા.પોલીસે પ્રકાશચંદ્ર ગામેતી પુત્ર જગલા ગામેતી અને તેજારામ વડેરા પુત્ર નાકારામ વડેરા રહેવાસી ધડાવલીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ મંદિરમાં ચોરી અને મૂર્તિઓની તોડફોડ કર્યાની કબૂલાત કરી છે.
જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ બંને આરોપી સંબન્ધી હતા. તેઓ એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે અને તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી આથી તેઓએ વૈષ્ણવદેવી માતાના મંદિરે પહોંચીને તાળું તોડ્યું અને અંદર ગયા. ત્યારબાદ તેઓએ મૂર્તિ ઉપર લગાવેલા ચાંદીના છત્ર અને દાગીના ઉતારી ભાગી ગયા હતા.. આ સામાન ક્યાં ગયો તેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
નવા પોલીસ અધિકારી સાબીર ખાનના નેતૃત્વમાં સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ હંસરાજ, રાકેશ મહેતા, કોન્સ્ટેબલ જગદીશ, સંદીપ સંતોષ, ગીતાંજલિ, સૂરજ કુંવર અને ગજરાજ સિંહે આ કાર્યવાહીમાં વિશેષ ભૂમિકા ભજવી હતી.