હાલમાં આજની 8 ઓગસ્ટ, અનુપમા સીરીયલ ની વાત કરીએ તો સહ પરિવાર અને કપાડિયા પરિવાર રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે.એક બાજુ અનુપમા તેની દીકરી પાંખીને જીવનનો સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે વનરાજ ને અનુપમા અને અનુજનો નવો પરિવાર પસંદ નથી. આગામી એપિસોડ ની વાત કરીએ તો વનરાજ અનુજ અને અનુપમા ની તમામ ખુશીઓ છીણવી લેવાનું પ્લાનિંગ કરશે.
આજે રાત્રે બતાવવામાં આવતા એપિસોડમાં વનરાજ તેના પરિવારથી ગુસ્સે થશે કારણકે પરિવાર ના દરેક સભ્ય તેને અને બા ને મૂકીને અનુપમાના ઘરે રક્ષાબંધનનો તહેવાર માનવવા જતા રહ્યા હતા. અનુપમા ના લેટેસ્ટ એપિસોડમાં દર્શકોને આંચકો લાગશે એવું કંઈક થવાનું છે.
આજના એપિસોડમાં જોવા મળશે કે અનુપમા અનુજ સાથે વાતચીત કરતી વખતે તેની મનની બધી જ વ્યથાઓ શેર કરશે. અનુજ અનુપમાને ખાતરી આપે છે કે જ્યાં સુધી તે જીવતો છે ત્યાં સુધી તેને કોઈપણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. એક બાજુ વનરાજ તેના પરિવારના સભ્યો ઉપર ગુસ્સો કાઢશે. વનરાજ કહેશે કે એના જીવનમાં જે પણ કંઈ સમસ્યાઓ છે તે અનુપમા અને અનુજ ના કારણે છે. ત્યારપછી બા તેને માનવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ વનરાજ થોડો શાંત પડે છે પરંતુ તેના મનમાં કંઈક અલગ જ રમત ચાલી રહી છે.
આગામી એપિસોડ ની રાહ જોઈ રહેલા દર્શકોને હવે એક આંચકો મળવાનો છે. નવા એપિસોડમાં એવું કંઈક થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આગળના એપિસોડમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુપમાના ના કહેવા છતાં પણ અનુજ પૂજામાંથી સમય કાઢીને અનુજ વનરાજ ને મળવા જશે. જ્યાં વનરાજના મનમાં કંઈક અલગ જ ખીચડી રંધાઈ રહી છે. તે અનુજ ને પોતાની કારમાં બેસાડીને કારની સ્પીડ વધારી દેશે.
કોઈ કારણસર ગાડી ચલાવવામાં મિસ્ટેક થવાથી વનરાજ અને અનુજનો એક્સિડન્ટ થશે. અનુપમાના પ્રિકેપમાં બતાવવામાં આવ્યું છે કે અનુજ અને વનરાજ ને આવી કફોડી હાલતમાં જોઈને અનુપમા અને કાવ્યા બંને જોરદાર ચીસ પાડશે. એકંદરે વાત કરીએ તો અનુપમામાં આગામી દિવસોમાં ભારે હોબાળો થવાનો છે. શું વનરાજ અને અનુજ ખરેખર પોતાનો જીવ ગુમાવશે?? કોઈ ચમત્કાર થશે અને બંને બચી જશે??તે હવે આવનાર એપિસોડમાં જ ખબર પડશે કે આગળ શું થશે…
View this post on Instagram