શુ વનરાજ ને કારણે અનુપમા મુસીબતમાં મુકાશે??? અનુજના ભાનમાં આવ્યા બાદ બરખા અને અંકુશનું આવી બનશે???

સ્ટાર પ્લસની ધમાકેદાર સિરિયલ ‘અનુપમા’ એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. રૂપાલી ગાંગુલી અભિનિત અનુપમા સીરીયલ હાલના દિવસોમાં ટીઆરપીમાં ટોચ પર છે..

દિવસે ને દિવસે અનુપમા સિરિયલમાં નવા ને નવા ટ્વિસ્ટ આવતા રહે છે જેને કારણે લોકો અનુપમાનો એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. ગયા એપિસોડમાં આપણે જોયું કે બરખા અને અંકુશ અનુજની પ્રોપર્ટી હડપવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે બીજી તરફ અનુપમા અનુજના જન્મદિવસને ખાસ બનાવવા માટે જન્માષ્ટમીની ઉજવણી કરી રહી છે પરંતુ અનુપમા સીરીયલના ટ્વિસ્ટ અહીં પૂર્ણ થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by anupama (@love_u.anupama)


વનરાજ અનુપમા ની માફી માંગવા માટે અનુપમાના ઘરે પહોંચશે અને જન્માષ્ટમી ઉજવણી ની વચ્ચે વનરાજ ને અનુજની ખૂબ જ ચિંતા થાય છે અને તેને જૂની વાત પણ યાદ આવવા લાગે છે. જ્યારે શાહ પરિવાર આરતી કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે અનુપમાના ઘરે પહોંચી જાય છે અને અનુજ પાસે જઈને તેની માફી માંગે છે. પરંતુ વનરાજ બરખા અને અંકુશ જોઈ જાય છે અને અનુપમાંને તે અંગે પૂછપરછ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by anupama (@love_u.anupama)


વનરાજ ને ત્યાં જોઈને બરખા ભડકી ઊઠે છે અને અનુપમાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવવા લાગે છે. બરખા અનુપમાને કહે છે કે તું મારા દેવર ને પ્રેમ કરવાનો ઢોંગ કરે છે. જો તું ખરેખર અનુજને પ્રેમ કરતી હોય તો વનરાજ ને સપોર્ટ ન કર્યો હોત. બરખા કહે છે કે અનુજે સારામાં સારી છોકરી સાથે લગ્ન કરી શક્યો હોત પરંતુ તેને તારા જેવી ત્રણ બાળકની માતા અને છૂટાછેડા થયેલ સ્ત્રી સાથે લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by anupama (@love_u.anupama)


જન્માષ્ટમી ચાલી રહી છે તેની વચ્ચે બરખા અને અંકુશ હંગામો કરે છે. અંકુશ અનુપમાને કહે છે કે તે કાપડિયા એમ્પાયર સંભાળવા માટે લાયક નથી. આથી તે અનુપમાને એમ્પાયરના કાગળ સોંપે છે અને કહે છે કે આજથી કપડ્યા એમ્પાયર હું સંભાળીશ.. આ પેપર વાંચીને અનુપમા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે બધાએ ભેગા થઈને મહાભારત શરૂ કરી દીધું છે પરંતુ યાદ રાખજો કે જ્યારે જ્યારે મહાભારત થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન આવે જ છે. તે દરમિયાન જ અનુજ હોશમાં આવે છે અને અનું અનુ બોલે છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer