વનરાજે જણાવી દીધી હકીકત કે તેણે જ અનુજ ને ઊંડી ખાઈમાં ધક્કો માર્યો હતો, હવે લીલા રડતા હાથ જોડીને અનુપમા પાસે વનરાજને જેલ ન મોકલવાની ભીખ માંગે છે….

આજના એપિસોડમાં આપણે જોઇશું કે વનરાજ હવે સ્વસ્થ છે એટલે કે તેને આઈસીયુ માંથી શિફ્ટ કરવામાં આવ્યો છે. લીલા આવીને કહે છે કે તેના દીકરાને હોશ આવી ગયો છે. બધા જ પરિવારના વ્યક્તિ વનરાજ ને આઈસીયુ રૂમમાંથી જોવે છે. ત્યારે સમર નોંધે છે કે વનરાજ કંઈક વિચારી રહ્યો છે. તે કોઈક વાતથી પરેશાન છે.

વનરાજ હજુ બરોબર સ્વસ્થ થયો હોતો નથી ત્યારે તે અનુજ સાથેની ક્ષણોને યાદ કરે છે. વનરાજને યાદ આવે છે કે તે અનુજની કાર ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો જેને કારણે અનુજે તેને સાઈડમાં કાર રોકવાનું કહ્યું હતું. પરંતુ ગુસ્સામાંને ગુસ્સામાં વનરાજ વધારે સ્પીડમાં કાર ચલાવવા લાગે છે. આથી અનુજ વનરાજને ઉંચા અવાજમાં કાર રોકવા માટે કહે છે. અનુજના વારંવાર કહેવા છતાં વનરાજ કાર રોકે છે અને બંને કારમાંથી બહાર નીકળે છે. ત્યારબાદ અનુજ વનરાજ ને કહે છે કે કેમ તે તેની સાથે વાત કરવા માં ડરે છે.

આ સાંભળીને વનરાજ કહે છે કે તે તેનાથી ડરતો નથી. ત્યારબાદ અનુજથી ગુસ્સે થયેલા વનરાજ અનુજ પર આરોપ લગાવે છે કે તે તેના પારિવારિક જીવનમાં તેનું સ્થાન લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારબાદ અનુજ વનરાજ ને કહે છે કે તેની કોઈ જ પ્રકારે તેના પરિવારને છીનવ્યો નથી. તેને પોતાનું વચન પાડ્યું છે..

વનરાજ કહે છે કે તેણે તેનો પરિવાર તેની પાસેથી છીનવી લીધો છે અને સાથે જ તે એ પણ કહે છે કે રક્ષાબંધનના દિવસે તેનો આખો પરિવાર અનુજ ના ઘરે ગયો હતો અને તે એકલો રહી ગયો છે. ત્યારબાદ અનુજ વનરાજ ને કહે છે કે તેનો પરિવાર તેની સાથે છે તે એની ભૂલ નથી. અનુજ વનરાજ ને પૂછે છે કે તારે શું જોઈએ છે ત્યારે વનરાજ અનુજને કહે છે કે શાહ પરિવારથી દૂર રહેવા અનુપમાની કહી દેજે. ત્યારે અનુજ પણ કહે છે કે ખાલી તહેવારોમાં શાહ અને કપાડીયા પરિવાર મળે.

વનરાજ અનુજ સાથે સહમત નથી અને કહે છે કે તેમના પરિવારજનોને ક્યારેય મળવું જોઈએ નહીં. આ સાંભળીને અનુજ વનરાજને સવાલ કરે છે કે તે કોણ છે જે બીજાના જીવનનો નિર્ણય લઈ રહ્યો છે. વનરાજ અનુજને આ પ્રકારની વાત બંધ કરવા જણાવે છે.અનુજ વનરાજ ને કહે છે કે તું તારા પપ્પાનું પણ સાંભળતો નથી. પરંતુ અન્ય લોકો તને સાંભળે એવું તું ઈચ્છે છે..

આ સાંભળીને વનરાજ આક્રમક બની જાય છે અને તે અનુપમા પર પહેલા તેની પાસેથી હસમુક છીનવી લેવાનો અને પછી તેના પરિવારને પણ છીનવી લેવાનો આરોપ મૂકે છે..જેથી અનુજ અને વનરાજ વચ્ચે તણાવ વધે છે.

જ્યારે આઈસીયુ માં વનરાજ આ બધું યાદ કરીને બેચેન થઈ જાય છે ત્યારે ડોક્ટર તેની ફરીથી સારવાર શરૂ કરે છે. વનરાજ ને અસવસ્થ જોઈને કાવ્ય ટેન્શનમાં આવી જાય છે. અનુપમા કાવ્યાની પોઝિટિવ રહેવા જણાવે છે. તે કહે છે કે વનરાજ અને અનુજને કશું જ થાય નહીં..

તે જ સમયે ડૉક્ટર ICU માંથી બહાર આવે છે અને અનુપમાને કહે છે કે અનુજના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે અને તેની સર્જરી જલ્દીથી કરવી પડશે. આથી અનુપમા ડોક્ટરને કહે છે કે જેમ બને તેમ અનુજની સર્જરી થાય. ત્યારબાદ અનુપમા અનુજ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

ત્યારબાદ અંકુશ અધિક ને બરખા વિશે પૂછે છે. અને કહે છે કે જો આ અકસ્માત બારખાંએ કરાવ્યો હશે તો તે તેને છોડશે નહીં. કારણ કે અનુજ તેનો ભાઈ છે અને તેને જો કંઈ થયું તો સહન કરી શકે નહીં. અનુજની ગેરહાજરીમાં તેને જ બધું સંભાળવું પડશે. ત્યારબાદ શાહ પરિવાર આઈસીયુ રૂમમાંથી વનરાજ ને મળવા જાય છે. અને બીજી બાજુ બધી જ ઘટના યાદ કરીને વનરાજ બેચેન થઈ જાય છે..

Leave a reply:

Your email address will not be published.

Site Footer