હિમાચલની
ધર્મ શાળા થી ૯ કિલો મીટર દુર ભગવાન ઇન્દ્ર નું એક વિખ્યાત મંદિર આવેલું છે. જે
વરસાદના દેવતા શ્રી ઇન્દ્રું નાગ નું મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ને લઈને
સ્થાનિક લોકો ની આસ્થા તેની સાથે એટલી બધી પ્રબળ છે કે જયારે પણ વરસાદ લાવવો હોય
અથવા તો જયારે મોસમ સાફ કરવી હોય તેઓ આ મંદિર માં વિનંતી કરવા આવે છે. સ્થાનિક
લોકો જણાવે છે કે તેમની વિનંતી પર પ્રભુ ઇન્દ્રું નાગ તેને ક્યારેય નિરાશ નથી
કરતા.
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પણ આ મંદિરની આગળ નતમસ્તક :
ધર્મશાળા માં જયારે કોઈ ક્રિકેટ ની મેચ નું આયોજન કરવામાં આવે છે ત્યારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન આ મંદિર માં વિનંતી જરૂર કરે છે મેચ દરમિયાન વરસાદ ના થાય એ માટે. પહેલા થયેલ એક મેચ માં વરસાદ આવવા લાગ્યો ત્યારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન એ આ મંદિર માં વિનંતી કરવાણી ચાલુ કરી. ત્યાર બાદ થયેલ દરેક મેચ માં વરસાદે બાધા નહોતી પહોચાડી.
હિંદુ મુસ્લિમ એક સાથે કરે છે પૂજા :
આ મંદિરમાં વર્ષા ના દેવતા ઇન્દ્ર ની પૂજા હિંદુ અને મુસ્લિમ બંને લોકો એક સાથે કરે છે.
કેવી રીતે થયું આ મંદિરનું નિર્માણ :
આ મંદિરનું નિર્માણ ની પાછળ એક ખુબજ રસપ્રદ પ્રસંગ છે. પ્રાચીનકાલ માં સ્થાનિક રજા ને સ્વપ્ન આવ્યું અને સપના માં ભગવાન શ્રી ઇન્દ્રું નાગ ના દર્શન થયા અને તેની ઈચ્છા અનુસાર તેને સંતાન પ્રાપ્તિ ના આશિષ આપ્યા. ભગવાને તેને મંદિર બનાવવા માટે પણ કહ્યું. ભગવાન એ તેને જે જગ્યા પર મંદિર બનાવવા કહ્યું હતું એ જગ્યા નો રાજા ને પ્રભુ ના ચરણ ચિન્હ ના પણ દર્શન થયા હતા.
કેવી રીતે પહોચવું આ મંદિરે :
આ મંદિર ધર્મશાળા થી ૯ કિલો મીટર દુર છે, ધર્મશાળા થી જીપ, બસ અથવા કાર દ્વારા આ મંદિર સુધી જી શકાય છે. અહી જવા માટે દરેક વાહનની સુવિધા ઉપલબ્ધ છે.