સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે વરુથીની એકાદશી વ્રત, લોક પરલોક માં થાય છે પુણ્ય ની પ્રાપ્તિ

એમ તો હિંદુ ધર્મ પ્રમાણે વર્ષ માં ઘણી બધી એકાદશી વ્રત આવે છે. પરંતુ વરુથીની એકાદશી નું વ્રત ખુબ જ વિશેષ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પુરા મન થી અને વિધિ વિધાન ની સાથે આ વ્રત ને કરે છે એનું જીવન હંમેશા જ સુખ અને શાંતિ બની રહે છે તેમજ વરુથીની એકાદશી ની વ્રત પૂજા કરવાથી ભગવાન હરી વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે અને એમની કૃપા ભક્તો પર કરે છે. તથા આ વ્રત ને કરવાથી ભગવાન ના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત રાખવાની જીવન માં ઘણી બધી સફળતા પ્રાપ્ત થાય છે અને મન ની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. સાથે ઘરમાં પણ શાંતિ જળવાઈ રહે છે.

તેમજ આ વ્રત કરવાથી સૌભાગ્ય નું વરદાન પ્રાપ્ત થાય છે. તેમજ આ માન્યતા છે કે વરુથીની એકાદશી માં વ્રત કરવાથી બાળકો ની દીર્ઘાયુ થાય છે. તથા એને એમના જીવનમાં કોઈ પણ રીતેની કોઈ સમસ્યા નથી થતી. તેમજ ઘર પરિવાર ના લોકો દુર્ઘટના થી સુરક્ષિત રહે છે. તેમજ એમાં વિષ્ણુ ભગવાન ની વ્રત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત ને કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે અને ખુબ ધન આપે છે.આ વ્રત વૈશાખ મહિના માં બે એકાદશી આવે છે જેમાં કૃષ્ણ પક્ષ ની એકાદશી ને વરુથીની એકાદશી ના રૂપમાં ઓળખવામાં આવે છે. તેમજ તમને જણાવી દઈએ કે આ વખતે આ વરુથીની એકાદશી ૩૦ એપ્રિલ ના દિવસે મંગળવારે પડી રહી છે.જો કે ખુબ જ વિશેષ માનવામાં આવી રહી છે.

જાણો કેવી રીતે કરો વરુથીની એકાદશી ની પૂજા –

આ દિવસ ભગવાન વિષ્ણુ ની વ્રત પૂજા કરવામાં આવે છે. સવારે જલ્દી ઉઠીને ગંગાજળ નાખીને સ્નાન કરો અને સફેદ રંગ ના વસ્ત્ર અવશ્ય જ પહેરો. તેમજ કળશ ની સ્થાપના પર કરો કળશ ની ઉપર કેરી ના પાંદ, નારિયેળ, લાલ રંગ ની ચુંદડી બાંધીને રાખો ધૂપ દીવો પ્રગટાવી બરફી નો ભોગ ચઢાવો અને  ॐ नमो भगवते वासुदेवाय મંત્ર નો જાપ કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer