વાસ્તુશાસ્ત્ર મુજબ લવિંગને ઘરમાં સળગાવવાથી થાય છે આ ફાયદાઓ.. જાણો

ઘરમાં ઘણી વસ્તુઓ એવી હોય છે હોય છે જેના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણા જ ફાયદા હોય છે પરંતુ આપણે આ વસ્તુઓ ના શું ફાયદા હોય છે એ વાતથી અજાણ હોઈએ છીએ. રસોડામાં વપરાતી કેટલીક નાની નાની વસ્તુઓ ઘરમાં સુખ શાંતિ અને વૈભવ લાવી શકે છે.

આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કિલ થઈ ગયું છે તો પણ લોકો સાચા સમયે નથી ખાતા કે નથી આહાર નથી લેતા. આ મામલામાં પુરુષ સૌથી આગળ છે. કેમ કે ચાલું કામ માં આરોગ્ય નું ધ્યાન નથી રાખી શકતા. એવામાં એમને શારીરિક થાક સાથે બીજી પણ સમસ્યા થાય છે. આના ચૂંટકાર માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે.

ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કેજે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

લવિંગનો ઉપયોગ મોટાભાગે આપણે મસાલા તરીકે જ કરતા હોઈએ છીએ. ક્યારેક લવિંગ પાનમાં પણ ખાતા હોઈએ છે. લવિંગ સ્વાસ્થ્યવર્ધક પણ છે એ વાત પણ સૌ કોઈ જાણે જ છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લવિંગના કેટલાક બીજા પણ ચમત્કારિક ફાયદા છે.

જો તમે કોઈ કામને લઈને હેરાન થઈ રહ્યા છો, ઘણા જ સમયથી એ કામ પાછળ પુરી મહેનત કરવા છતાં પણ તમને સફળતા નથી મળી રહી તો લવિંગનો આ ઉપાય તમને સફળતા આપી શકે છે. તેના માટે તમારે જે કામ માટે નીકળો છો એના પૂર્વે એક લીંબુ ઉપર ચાર લવિંગ રોપી દો અને “ૐ શ્રી હનુમતે નમઃ” નો 21 વખત જાપ કરી એ લીંબુને પોતાની સાથે જ લઈને નીકળી જાવ.

તમને તમારા કામમાં અવશ્ય સફળતા મળશે. સવારે ઉઠતાની સાથે જ જો તમારા ઘરમાં ઝગડા શરૂ થઈ જતાં હોય, નાની નાની વાતોમાં એ ઝઘડાના કારણે તમારો આખો દિવસ ખરાબ થતો હોય તો સવારે અથવા સાંજે આરતી કરતી વખતે 2 લવિંગ મૂકીને આરતી કરો અથવા કપૂર સાથે પણ 2 લવિંગ મૂકીને આરતી કરો જેના દ્વારા ઘરમાંથી કંકાસ ધીમે ધીમે દૂર થઇ જશે.

ઘરમાં જો નકારાત્મક ઉર્જા વ્યાપેલી હોય તો ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો નિવાસ થતો નથી અને તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે જ અણબનાવ થતા જોવા મળે છે. આ માટે સાંજના સમયે ઘરના કોઈ ખૂણામાં 6-7 લવિંગ કપૂર સાથે બાળી દેવા જેનાથી ઘરમાં વ્યાપેલી નકરાત્મક ઉર્જા દૂર થઇ જશે. આ ઉપાય રોજ કરવામાં આવશે તો ઘરમાં કાયમ માટે નકારત્મક ઉર્જા પ્રવેશી નહીં શકે.

બે લવિંગ સાંજે થતા દીવાની અંદર તમે મૂકીને પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો. આજના સમયમાં ધનની પ્રાપ્તિ માટે માણસ મહેનત અને ધાર્મિક ઉપાયો પણ કરતો હોય છે. પરંતુ ઘણીવાર અથાક પરિશ્રમ કરવા છતાં પણ યોગ્ય ધનની પ્રાપ્તિ થતી નથી ત્યારે લવિંગનો આ ઉપાય તમને ધનવાન બનાવવામાં મદદગાર રહેશે. કાચી ઘાણીના તેલનો દીવો કરીને તેમાં 2-3 લવિંગ ઉમેરી હનુમાનજીની આરતી કરો. જેના દ્વારા તમારી દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગશે અને ઘરમાં લક્ષ્‍મીનો વાસ થવા લાગશે.

પોતાના કામ અને ઊંચા થતા નામ ના કારણે સમાજમાં શત્રુઓ વધતા જવાના છે કારણે આજના સમયમાં બીજા માણસની સફળતા કોઈથી પચતી નથી તો એવા સમયે તમે દર શનિવારે સાત વખત હનુમાન બાણનો પાઠ કરી દાદા સમક્ષ લાડવાનો ભોગ ધરાવો તેમજ પાંચ લવિંગ દેશી કપૂર સાથે પૂજા સ્થાન ઉપર સળગાવી તેની ભસ્મનું તિલક કરી બહાર નીકળો જેના દ્વારા તમારા શત્રુઓ તમારાથી ડરવા લાગશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer