કૃષ્ણના વ્યક્તિત્વના વિગતવાર વર્ણનમાં સૌથી પ્રાચીન લખાણ મહાકાવ્ય મહાભારત છે, જે કૃષ્ણને વિષ્ણુના અવતાર તરીકે વર્ણવે છે. મહાકાવ્યની ઘણી મુખ્ય વાર્તાઓમાં કૃષ્ણ મુખ્ય છે. મહાકાવ્યના છઠ્ઠા પુસ્તક (ભીષ્મ પરવા) ના અઢાર અધ્યાયમાં ભગવદ્ ગીતા રચાયેલ છે જેમાં યુદ્ધના ક્ષેત્રે અર્જુનને કૃષ્ણની સલાહ છે. મહાભારતમાં પાછળથી ઉમેરાયેલી હરિવંસા, કૃષ્ણના બાળપણ અને યુવાનીનો વિગતવાર સંસ્કરણ ધરાવે છે. આજે અમે જણાવીશું ભગવાન કૃષ્ણની યુવા અવસ્થાની એક કથા. ભગવાન શ્રી કૃષ્ણ યુવા વસ્થામાં મહાભારત ના યુધ્ધમાં હિસ્સો લીધો હતો અને તેમણે જ ધર્મની જીત કરાવી હતી અને અધર્મીઓ નો સંહાર કરાવ્યો હતો. તે ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા અને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.
કુરુક્ષેત્રનું મહાભારત યુદ્ધ:-
પીતાંબર ધારી ચક્રધારી ભગવાન કૃષ્ણ મહાભારત યુદ્ધ માં સારથી ની ભૂમિકામાં હતા. તેમણે પોતાની આ ભૂમિકા જાતેજ સ્વીકારી હતી. એક જ ક્ષણ માં પોતાના સુદર્શન ચક્ર થી આ ધરતીનો નાશ કરનાર અને સમગ્ર સૃષ્ટિના પાલન કરતા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય મિત્ર અર્જુનના સારથી બન્યા હતા.
અને આ વાત થી અર્જુનને ખુબજ અટપટું લાગ્યું હતું કે તેમના પ્રિય સખા કૃષ્ણ પોતાના સારથી બની પોતાનો રથ હકશે. ફક્ત સારથીની ભૂમિકા જ નહિ, પરંતુ મહાભારત રૂપી મહાયુદ્ધની પટકથા પણ એમના દ્વારા જ લાકહાઈ હતી. અને યુદ્ધની પહેલા જ અધર્મની હાર અને ધર્મની જીત તેઓ સુનીશ્રીત કરી ચુક્યા હતા. અને ત્યાર બાદ પણ તેમની સારથીની ભૂમિકા સ્વીકારવાનું અર્જુનન ને ખુબજ આશ્ચર્ય જનક લાગ્યું હતું. કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીત ને ભગવદ્ ગીતા નામના એક ગ્રંથ ના રૂપ માં પ્રસ્તુત કરવામાં આવેલ છે.