મહર્ષિ વેદવ્યાસ ને પુરાણો માં ભગવાન વિષ્ણુ નો જ અવતાર માનવામાં આવ્યો છે. એનો જન્મ વર્તમાન મન્વન્તર પર દ્વાપર માં થયો હતો. એના પિતા ઋષિ પરાશર હતા અને એની માતા સત્યવતી હતી. અમુક લોકોના મન માં એ ધારણા થાય છે કે ઋષિ વેદવ્યાસ એ વેદો ને લખ્યા હતા પરંતુ આ વાત સાચી નથી. એની દ્વારા લખેલા ગ્રંથ માં આ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે એમણે વેદો ને નથી લખ્યા પરંતુ વેદો નો વિભાગ કર્યો છે.
એક સમય ની વાત છે મહર્ષિ વેદવ્યાસ ગંગા ના કિનારે બેઠા હતા અને એમણે એની ત્રિકાળ દ્રષ્ટિથી જોયું કે લોકો શ્રદ્ધાહીન અને શક્તિહીન થઇ રહ્યા છે. લોકો માં એટલી સમાજ નથી કે તે વેદો ને સમજી શકે. એ સમયે એક જ વેદ હતો જે ખુબ મોટો હતો. તેથી એમણે સોચા મમા વેદો નો વિભાગ કરીને એ લોકો ને સમજવા લાયક બનાવીશ જેનાથી જેની બુદ્ધ અલ્પ છે તે વેદો ને સમજી શકે. એના પછી મહર્ષિ વેદવ્યાસ એ વેદો ના ચાર વિભાગ કર્યા.
વેદો ના ચાર વિભાગ કર્યા પછી પણ મહર્ષિ વેદવ્યાસ ને એવું લાગ્યું કે વેદો નું જ્ઞાન લોકો ને ઉદાહરણ આપણે સમજવું જોઈએ કેમ કે સમાજ માં જે લોકો વધારે ભણેલા ગણેલાં લોકો નથી એવા લોકો પણ વેદો ને સમજી શકે. તેથી પછી વેદવ્યાસ એ ઈતિહાસ ના ગ્રંથ મહાભારત ની રચના કરી અને એ ગ્રંથ માં મહર્ષિ વેદવ્યાસ એ વેદો ને ઈતિહાસ માં થયેલી ઘટનાઓ અને કથાઓ ને ઉદાહરણ ની સાથે સમજાવ્યા.
જયારે મહર્ષિ વેદવ્યાસ એ વેદો ના વિભાગ કરી નાખ્યા અને મહાભારત જેવા ઈતિહાસ ના સૌથી મોટા ગ્રંથ ની રચના કરી દીધી તો પણ એને લાગ્યું કે મારા જીવનમાં અત્યારે કંઈ પણ કર્યું નથી. અત્યારે કોઈ કામ એવું છે જેના માટે મારો જન્મ થયો છે અને મેં એ કામ હજુ સુધી કર્યું નથી. આ કારણથી મહર્ષિ વેદવ્યાસ અસંતુષ્ટ અને દુખી રહેવા લાગ્યા.
એક સમય ની વાત છે જયારે એના આશ્રમ માં દેવર્ષિ નારદ નું આવવાનું થયું. મહર્ષિ વેદવ્યાસ એ દેવર્ષિ નારદ ની પૂજા કરી અને બેસવા માટે આસન આપ્યું. એ સમયે દેવર્ષિ નારદ એ કહ્યું કે ઋષિવર તમે વેદો નો વિભાગ કર્યો, મહાભારત જેવા મહાન ગ્રંથ ની રચના કરી છે પછી પણ તમારું મન ઉદાસ કેમ છે. ત્યારે વેદવ્યાસ એ કહ્યું મને હજુ સુધી એવું લાગે છે કે મેં મારા કર્તવ્ય ને સારી રીતેથી નિભાવ્યું નથી. તમે તો જ્ઞાની છો અને ત્રણેય લોકો માં વિચરણ કરવા વાળા છો. તમે ભગવાન ના પરમ ભક્ત છો. તમે જ મારા મન ની આ દશા નું કારણ બતાવો. ત્યારબાદ કારણ કીધા પછી પણ એમનું મન શાંત ન થયું.