ભારત દેશની અંદર ભગવાન શંકર ના મંદિરો ની ભરમાર છે ભારત દેશના દરેક પ્રાંતની અંદર તમને લાખો શિવ મંદિરો જોવા મળશે. કેમ કે ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવે છે અને દરેક લોકો મહાદેવની પૂજા કરતા હોય છે. સામાન્ય રીતે ભગવાન શંકરને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. કેમ કે જ્યારે લોકો તેની પૂજા-અર્ચના કરે છે ત્યારે તે ખૂબ આસાનીથી તેને ઈચ્છિત વરદાન પણ આપી દેતા હોય.
આવું જ એક મહાદેવનું મંદિર આવેલું છે હિમાચલ પ્રદેશના કુલ્લું શહેરની અંદર કુલ્લૂ શહેરની અંદર આવેલા આ મહાદેવના મંદિરને વીજળી મહાદેવ કહેવામાં આવે છે. અહીંયા રહેલા મહાદેવના આ મંદિર પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે અને એથી જ આ મહાદેવના મંદિરનું નામ પડ્યું છે વીજળી મહાદેવ. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનો ઇતિહાસ.
અહીંયા એવી માન્યતા છે કે કુલુ ની અંદર આવેલી આ વિશાળકાય પહાડી એક સાપના રૂપમાં છે. જેનું મૃત્યુ મહાદેવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આથી જ દર બાર વર્ષે ભગવાન ઈન્દ્ર દ્વારા મહાદેવ ની આજ્ઞા ના કારણે આ જગ્યાએ વીજળી પડતી હતી. જેને કારણે અહીંયા રહેલી શિવલિંગ ખંડિત થઈ જાય છે અને ત્યારબાદ ત્યાં આ પંડિતો દ્વારા આ શિવલિંગને માખણ દ્વારા જોડવામાં આવે છે અને ફરીથી તેની પૂજા કરવામાં આવે છે.
આની પાછળ પણ એક પૌરાણિક કથા છે કુલુ ની અંદર કુલાન્ત નામનો એક દૈત્ય રહેતો હતો. તે ખૂબ જ માયાવી હતો અને તેણે એક વખત ભગવાન શંકર ના વાહન નંદી ને રોકી દરેક જીવોને મારવા માટે આગળ વધ્યો અને આ જોઈને મહાદેવ તેના પર ક્રોધિત થયા અને તેણે એ દૈત્યને મારવા નું મન બનાવી લીધું.
ત્યારબાદ ભગવાન શંકર તે દૈત્ય પાસે ગયા અને દેત્યને એવું કહ્યું કે તારી પૂંછડીમાં આગ લાગી ગઈ છે અને જ્યારે એ દૈત્ય પોતાની પૂંછડી જોવા માટે પાછળ ફરે છે, કે તરત જ ભગવાન શંકર પોતાના ત્રિશૂળ દ્વારા તે દૈત્યનો વધ કરી દે છે અને આ રીતે એ દૈત્યનું શરીર યાને ત્યાં મૃત્યુ પામ્યું અને એક વિશાળ પર્વતની અંદર ફેરવાઈ ગયું.
કુલુ ની અંદર આવેલા આ મંદિરની અંદર દર બાર વર્ષે વીજળી પડે છે. જેથી કરીને તે મંદિરની શિવલિંગ ખંડિત થઈ જાય છે અને ત્યારબાદ પૂજારીઓ દ્વારા માખણ ઉપયોગ કરીને એ શિવલિંગને ફરીથી ઠીક કરી દેવામાં આવે છે અને ફરીથી બાર વર્ષ સુધી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ 12 વર્ષ પૂરા થઈ ફરીથી વીજળી પડી અને ત્યાંની મૂર્તિ ખંડિત થઈ જાય છે અને આ નિત્યક્રમ વર્ષોથી ચાલતો આવે છે અને આથી જ આ મહાદેવનું નામ વીજળી મહાદેવ પડ્યું છે.