વિજય સુંવાળા એ પોતાના ફેન્સને બે ઓફર આપી, કહ્યું જો આવું થયું તો હું ખુદ તમારા ઘરે આવીને…..

ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર એવા વિજયભાઈ સુવાળાને સૌ કોઈ ઓળખતું જ હશે, તેઓ અવારનવાર અવનવા ગીતો તેમના ચાહકો માટે લાવે જ છે અને હાલમાં તેઓ આપમાં પાર્ટીમાં જોડાય ગયા છે,

જેથી તેઓ હાલમાં ખુબ જ ચર્ચામાં રહે છે. આજે તેમણે આપેલી એક ખાસ ઓફર વિષે જણાવીએ કે જે તેઓએ તેમના ચાહકોને આપી છે. વિજય સુંવાળા જેઓ તેમના ચાહકો માટે અવનવા ગીતો લઈને આવતા હોય છે

અને તેમના મોટાભાગના ગીતો તેમના ચાહકોને ખુબ જ પસંદ આવતા હોય છે. હાલમાં તેમનું વાયરલ એક ગીત જેનું નામ ટોમ અને જેરી જેવો ટેરો મારો ઝગડો આ ગીતને રિલીઝ થયા પહેલા જ કોઈકે ચોરી કરી લીધું હતું.

જેને પગલે હાલમાં વિજય સુંવાળાએ એક ખાસ તેમના ચાહક મિત્રોને ખાસ ઓફર પણ આપી છે. તેઓ એવી ઑફર આપી હતી કે આગામી ચાર દિવસમાં જે કોઈપણ લોકો તેમના આ ગીત ઉપર ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવશે

અને જો રીલ ને દસ હજારથી ઉપર વ્યુ મળશે તો તેઓ પોતે તે વ્યક્તિની ઘરે ચા-પાણી પીવા જશે. અને જો કોઈ વ્યક્તિને આ રીલ ઉપર 5000 વ્યુ મળશે તો તેઓ તે વ્યક્તિ સાથે કોલ દ્વારા વાત કરશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer