લગ્નના બંધનમાં બંધાયા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર, જુઓ લગ્ન ની તસ્વીરો…

બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે આખરે ધાર્મિક વિધિઓ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મિર્ઝાપુર અભિનેતાએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શીતલ ઠાકુર સાથે સાત ફેરા કર્યા

જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેને જોઈને વિક્રાંત-શીતલ વેડિંગના ફેન્સ ખૂબ જ ખુશ છે અને નવા કપલને અભિનંદન આપી રહ્યા છે. આ પહેલા બંનેએ 14 ફેબ્રુઆરીના રોજ પોતાના લગ્નની નોંધણી કરાવી હતી.

જોકે, અત્યાર સુધી કપલ દ્વારા લગ્નનો કોઈ ફોટો શેર કરવામાં આવ્યો નથી. પરંતુ, આ પછી પણ વિક્રાંત-શીતલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં શીતલ લાલ રંગના બ્રાઈડલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે વિક્રાંતે ગુલાબી પાઘડી સાથે સફેદ શેરવાની પહેરી છે.

આ ફોટામાં વિક્રાંત-શીતલ મંડપમાં બેસીને તેમના લગ્નની વિધિઓ કરી રહ્યા છે. અભિનેતાના ફેન્સ ફોટા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને લગ્નની તસવીરો શેર કરવાની વિનંતી પણ કરી રહ્યા છે.

જો કે, માત્ર લગ્ન જ નહીં પરંતુ અત્યાર સુધી આ કપલ દ્વારા કોઈપણ લગ્ન સમારંભની તસવીરો શેર કરવામાં આવી નથી. આ પહેલા બંનેએ પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા.

હાલમાં જ વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની હલ્દી સેરેમનીનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં લવબર્ડ્સ દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારજનો પણ તેમની સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. વિડિયોમાં વિક્રાંત સફેદ કલગી અને પાયજામા પહેરીને હળદરમાં રંગાયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ, શીતલે ચળકતો પીળો લહેંગા પહેર્યો હતો અને તેના ચહેરા પર પીઠી પણ હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer