મધ્યપ્રદેશની નર્મદા નદીના તટ પર વિન્ધ્યાચ્લની હસીન વાદીઓમાં પ્રકૃતિએ પ્રકૃતિએ પોતાની અનમોલ છતાં ફેલાવી છે. જ્યાં દેવીધામ સલકનપુર આવેલું છે. ચારે બાજુ મનોહરી પર્વત શ્રુંખલા છે જેમાં એક પર્વત પર માં વિન્ધ્યવાસીની વિજયાસેન દેવીનું ભવ્ય મંદિર બનેલું છે. પૌરાણિક કથાઓના આધાર પર શ્રી નર્મદા પરિક્રમા અને નર્મદા તીર્થો નું સેવન મહાભારત કાળ પૂર્વે આ વિજયાસન શક્તિપીઠ પ્રસિદ્ધ છે.
ભગવાન કૃષ્ણની બહેન ની સ્તુતિ તેમજ ચર્ચા વિજયા દેવી ના નામથી અનેક પુરાણો માં છે જેનાથી સ્પસ્થ થાય છે કે પૌરાણિક કથાઓ ના આધાર પર નર્મદા ક્ષેત્રીય તીર્થ સલકનપુર માં જે વિજયા શક્તિપીઠ છે, તે ખુબજ પ્રાચીન છે. અને પૌરાણિક માન્યતાઓમાં દેવીધામ સલકનપુરના વિજયાસન શક્તીપીઠની સ્વયંભુ ઘોષણાને પ્રમાણિત કરે છે.
માન્યતા છે કે આ મંદિર ૬૦૦૦ વર્ષ જુનું છે, આ મંદિરની વ્યવસ્થા ભોપાલ નવાબ ના સંરક્ષણ માં કરવામાં આવતી હતી. ત્યાં અખંડ જ્યોત અને અખંડ ધૂની સ્થાપિત કરવામાં આવી હતી. જે આજે પણ ત્યાં પ્રજવ્વલિત છે. ગર્ભગૃહમાં દેવીની પ્રતિમા સ્વયંભુ છે.
સલકનપુર દેવીધામ માં જ્યાં માં વિજ્યાસન નું મંદિર છે, તે ધરાતલથી ૮૦૦ ફૂટની ઉંચાઈ પર છે. જેમાં પથ્થરની ૧૦૬૫ સીડીઓ છે જે ચડીને માં ના દર્શનનો લાભ લઇ હકે છે. ૨૦૦૩ પછી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર સુધી પહોચવા માટે પહાડીને કાપીને સડક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભક્તોનું કહેવું છે કે જ્યાં સુધી માતા ના દરબાર થી બોલાવે નહિ, કોઈ પણ તેમના દર્શન નથી કરી શકતા. તેથી જે દર્શન કરવા વારંવાર આવે છે એ પોતાને ભાગ્યશાળી માને છે.
ભક્તોનું કહેવું છે કે માં વિજયાસન તેમની મનોકામના પૂરી કરે છે તેથી જ હઝારો ની સંખ્યામાં દરરોજ ચાલીને માતાનો દ્વાજ પોતાના હાથમાં ઉઠાવી ‘જાય બોલો શેરાવાળી ની’ ‘સાચે દરબાર કી જય હો’ જેવા નારા લગાવી ભર બપોર હોય કે ઠંડી હોય. ભક્તો અહી ઉઘાડા પગે, પગમાં છાલા પડવા છતાં પોતાના પરિવાર સાથે એક કારવાના રૂપમાં મંદિર બાજુ ચાલતા આવે છે.