વિંધ્યાચલ પર્વતમાળાનું પૌરાણિક મહત્વ અને પરિચય જાણો.

આ પર્વત પ્રાચીન ભારતના સપ્તલુક પર્વતો માંથી એક છે. વિંધ્ય શબ્દની વ્યુત્પત્તિ વિધ ધાતુથી થયેલી છે તેવું માનવામાં આવે છે. જમીન માંથી નીકળેલી પર્વતમાળા ભારતના મધ્યમાં સ્થિત છે. વિંધ્યની ગણના સપ્તલુક પર્વતોમાં છે. પણ વિંધ્યનું નામ પૂર્વ વૈદિક સાહિત્યમાં નથી. આ પર્વત શ્રુંખલાનું વેદ, મહાભારત, રામાયણ, અને પુરાણોમાં ઘણી જગ્યાએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિંધ્ય પહાડોની રાણી વિંધ્યવાસીની માતા છે માં વિંધ્યવાસીની દેવી મંદિર શ્રદ્ધાળુની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. દેશના ૫૧ શક્તિપીઠોમાં એક વીધ્યાંચલ છે.

વિંધ્યાચલ પર્વત શ્રેણી પહાડીઓની તૂટેલી શ્રુંખલા છે જે ભારતની મધ્ય વર્તી ઉચ્ચ ભૂમિની દક્ષિણી કગાર બનાવે છે. આ વર્તમાન ભારતના પશ્ચિમ-મધ્યમાં સ્થિત પ્રાચીન ગોળાકાર પર્વતોની શ્રેણીઓ છે. જે ભારત ઉપ ખંડને ઉત્તરી ભારત તેમજ દક્ષીણ ભારતમાં વિભાગ પડે છે. આ પર્વત માળાનો વિસ્તાર ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, ગુજરાત, બિહાર, સુધી લગભગ ૧,૦૮૬ કિમી સુધી વિસ્તૃત રીતે ફેલાયેલાં છે. તેની ઘણી નાની મોટી પહાડીઓને વિકાસના નામ પર કાપી નાખવામાં આવી છે. આ શ્રેણીઓમાં બહુ મુલ્ય હીરા યુક્ત ભ્રંશીય પર્વત પણ છે.   

મુખ્ય નદીઓ:

પહાડોના કાપવાથી અહીંથી નીકળતી નદીઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. વિંધ્ય પર્વત માંથી ઉદગમ પામેલી નદીઓ શિપ્રા, પયોસ્ની, નીર્વીધ્યા, તાપી, નીશધા, વેણા, વૈતરણી, સિનીવલી, કુમુદવતી, કર્તોયા, મહા ગૌરી, અને પૂર્ણા, શોણ, મહાનદ, અને નર્મદા મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરકારે મળીને બધાથી મોટી નર્મદા નદીની હત્યા કરી નાખી છે આ નદીના કારણે પૂર્ણ મધ્યપ્રદેશ અને ગુજરાતના જંગલ હાર્યા ભર્યા હતા અને પશુ પક્ષી જીવિત હતા. પણ હવે બંધ બનવાના કારણે જળચર પશું પક્ષીઓ મારી ગયા છે.   

પ્રકૃતિ સંપદા:

ભારતમાં પર્યાવરણ વિનાશની સીમા અરાવલી પર્વત શ્રેણીઓ અને પશ્ચિમની ઘાટીઓ સુધી જ સીમિત નથી, પણ મધ્યપ્રદેશમાં પણ ખુબજ સારી રીતે પ્રાકૃતિક સંપાદાઓના કારણે સાતપુડા અને વીધ્યાંચલની પર્વત શ્રેણીઓ ખતરામાં છે. અને ત્યાંની નદીઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. તે લોકો દેશ દ્રોહી છે જેને પોતાની જ ધરતી માતાને વિકાસનું નામ આપી તેને નષ્ટ કરે છે..   

પુરાણો અનુસાર:

તેના અંતર્ગત રોહતાસગઠ, ચુનારગઠ, ક્લીંજર, વગેરે અનેક દુર્ગ છે તેમજ ચિત્રકૂટ, વીધ્યાંચલ વગેરે અનેક પાવન તીર્થ છે. પુરાણો અનુસાર આ પર્વતે સુમેરુથી ઈર્ષા રાખવાના કારણે સૂર્યદેવનો માર્ગ રોકી દીધો હતો અને આકાશ સુધી આવી ગયો હતો, જેને અગસ્ત્ય ઋષીએ નીચે કર્યો હતો. તે શરભંગ, અગસ્ત્ય, વગેરે અનેક શ્રેષ્ઠ ઋષીઓનું તપ સ્થળ રહ્યું છે. હિમાલયની જેમ તેનો પણ ધર્મગ્રંથો અને પુરાણોમાં વિસ્તૃત ઉલ્લેખ મળ્યો છે.  

અગસ્ત્ય મુની:

દક્ષીણ ભારત અને હિન્દ મહાસાગરને સંબંધીત અગસ્ત્ય મુનીની ગાથા છે. તેમને વીધ્યાંચલની વચ્ચેથી દક્ષીણ માર્ગ કાઢ્યો. વીધ્યાંચલ પર્વતે કવીદંતીના ચરણોમાં જુકીને પ્રણામ કર્યા. તેમને આશીર્વાદ આપીને કહ્યું કે જ્યાર સુધી તે ફરી પાછા ના આવે ત્યાર સુધી તે આજ પ્રકારે જુકેલા રહે. તે પાછા આવ્યા જ નહિ અને આજ પણ વીધ્યાંચલપર્વત તેવી જ રીતે જુકેલો છે અને તેની રાહ જોવે છે.  

વીધ્યાંચલના જંગલ:

વીધ્યાંચલપર્વત શ્રેણીઓ ની બને બાજુ ઘનઘોર જંગલ છે. જે હવે શહેરી વસ્તી અને વિકાસ ના કારણે કાપી નાખવામાં આવ્યા છે. તે જંગલોમાં સિંહ, ચિતા, ભાલુ, વાંદરા, હારણો ના ઘણા જુંડ રહેતા હતા જે હવે દર બદર છે. હવે ચંબલ, સાતપુડા,અને માળવા ના પઠારી વિસ્તારમાં જ થોડા ઘણા જંગલો બચ્યા છે. અહી ના પર્વતોની કંદરાઓમાં ધાણા પ્રાચીન ઋષિમુનીઓ ના આશ્રમ આજે પણ આવેલા છે. આ સ્થળ પહેલા ઋષિમુનીઓ નું પહેલા તપ સ્થળ હતું. પર્વતોની કંદરાઓમાં સાધના, સ્થળ, દુર્લભ શૈલ ચિત્ર, પહાડોમાંથી અનવરત વહેતી જળધારા, ઊંડી ખાઈઓ અને ચારે બાજુ થી ઘેરાએલા જંગલો પર હવે સંકટોના વાદળો ઘેરાઈ ગયા છે. અહી ભીમ બૈઠકા જેવી ગુફાઓ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer