એક સમયે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામ માં એક ધનુષ દોરી ના સહારે સુઈ ગયા. એને સારી એવી ઊંઘ આવી ગઈ.બીજી બાજુ સ્વર્ગ લોકમાં દાનવો એ એમનો આંતક ફેલાવી રાખો હતો. સ્વર્ગ ના દેવતા બ્રહ્માજી ની પાસે એમની પરેશાનીઓ નું સમાધાન માટે ગયા.
બ્રહ્માજી એ એને ભગવાન વિષ્ણુ ના શરણ માં જવાની વાત કીધી. જયારે દેવતા વૈકુંઠ ધામ પહોંચ્યા તો ઊંડી ઊંઘ માં ભગવાન વિષ્ણુ ને મળ્યા. કોઈ દેવતા માં એટલી હિંમત ન હતી કે તે ભગવાન વિષ્ણુ ની ઊંઘ ને ઉડાવે. તે ફરીથી બ્રહ્માજી ની પાસે ગયા અને વિષ્ણુ ભગવાન ની ઊંઘ ઉડાવવા ના ઉપાય પૂછવા લાગ્યા. પછી એ ઉપયોગ કરીને ઉઠાડવાની પ્રયાસ કર્યો તો પણ વિષ્ણુજી ઉઠ્યા નહી. પછી તે ત્યાંથી જતા રહ્યા.
ત્યારે બ્રહ્માજી એ વમ્રી નામના એક કૃમિ ( કીડા ) ને ઉત્પન્ન કર્યો અને વિષ્ણુજી ને ઉઠાડવા માટે એને છોડી દીધો. એ કીડા એ જઈને ધનુષ ની દોરી ને કાપી નાખી જેના સહારે વિષ્ણુજી સુઈ રહ્યા હતા. આવું કરીને ધનુષ ની દોરીથી ભગવાન વિષ્ણુ નું માથું કપાય ગયું. સમસ્ય બ્રહ્માંડ અંધકાર માં છવાઈ ગયું. બધા દેવી દેવતા ભયભીત થઇ ગયા. ત્યારે બ્રહ્માજી એ એને દેવી ભગવતી ને વિનંતી કરવાનું કહ્યું.
દેવી ભગવતી પ્રકટ થઇ અને એમણે કીધું કે આ બધું એક દૈત્ય ના વધ કરવા માટે ઘટિત થતું છે. તમે બધા કોઈ ઘોડા નું માથું લાવો અને ભગવાન વિષ્ણુ ના ધડ પર લગાવો. એમણે જણાવ્યું કે એક ઘોડા મુખી દૈત્ય એ એની ઘોર તપસ્યા કરીને એનાથી આ વરદાન માંગી લીધું હતું કે એનું વધ એની જેમ જ કોઈ ઘોડા ના માથા વાળા જ કરી શકે. તેથી હવે સમય આવી ગયો છે કે ભગવાન વિષ્ણુ નું ઘોડા નું માથું ધારણ કરીને એ દૈત્ય નો સંહાર કરે.
માં ભગવતી ના આદેશનુસાર વિષ્ણુજી ને ઘોડા ના માથું લગાડવામાં આવ્યું અને એમણે આ દૈત્ય હયગ્રીવ નું વધ કરી દીધું. આ પ્રકારે ભગવાન વિષ્ણુજી ની કૃપાથી દેવતાઓ ને પુનઃ સ્વર્ગ ની પ્રાપ્તિ થઇ.